Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

રાજકોટમાં રીક્ષા ગેંગે નિવૃત્ત શિક્ષકના રૂ.17.40 લાખ ચોરી લીધા:મુસાફરના સ્વાંગમાં બેસેલા શખ્સે દંપતીની નજર ચૂકવી પર્સમાંથી સોનાના દાગીના, રોકડ સેરવી લીધી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 2 views
રાજકોટમાં રીક્ષા ગેંગે નિવૃત્ત શિક્ષકના રૂ.17.40 લાખ ચોરી લીધા:મુસાફરના સ્વાંગમાં બેસેલા શખ્સે દંપતીની નજર ચૂકવી પર્સમાંથી સોનાના દાગીના, રોકડ સેરવી લીધી
રાજકોટમાં રીક્ષા ગેંગનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે. 28 ઓક્ટોબરના જુનાગઢથી રાજકોટ પોતાના પુત્રને ત્યાં આવતા વૃદ્ધ દંપતી ગોંડલ ચોકડી પાસે બસમાંથી ઉતર્યા હતા અને ત્યાંથી પુષ્કરધામ જવા માટે રિક્ષામાં બેઠા હતા જોકે આ દરમિયાન તેમની બાજુમાં પેસેન્જરના સ્વાંગમાં બેસેલા શખ્સે દંપતીની નજર ચૂકવી પર્સમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ.17.40 લાખ ચોરી લીધા હતા. જે મામલે યુનિવર્સિટી પોલીસની સ્થાપના ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. નિવૃત્ત શિક્ષક અને તેના પત્ની જૂનાગઢ ઘર બંધ કરી રાજકોટ પોતાના દીકરા સાથે રહેવા માટે આવી રહ્યા હતા. જે દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના ટીંબાવાડી રોડ પર રહેતા અને હાલ નિવૃત્ત જીવન વિતાવતા માલદેભાઈ રામભાઈ રાવલીયા (ઉ.વ.70) ગઇકાલે તા.28 ઓક્ટોબરના રોજ બપોરના 4.30 વાગ્યાની આસપાસ પોતાના પત્ની રેખાબેન સાથે રાજકોટ ખાતે રહેતા પુત્ર રવિભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા.જૂનાગઢ બસ સ્ટેશનથી એસ.ટી. બસ મારફતે તેઓ સાંજના 7.15 વાગ્યાની આસપાસ રાજકોટમાં ગોંડલ ચોકડી બસ સ્ટોપ પર ઉતર્યા હતા ત્યાંથી તેઓએ પુષ્કરધામ મેઈન રોડ પર આવેલી પ્રદ્યુમન રોયલ હાઈટ્સ ખાતે જવા માટે રૂ.120 ના ભાડાથી એક ઓટો રિક્ષા ભાડે કરી હતી. રિક્ષા ઉપડ્યા બાદ થોડે આગળ જઈને રિક્ષાચાલકે એક અજાણ્યા પેસેન્જરને બેસાડ્યો હતો. આ અજાણ્યો શખ્સ સીધો જ માલદેભાઈની બાજુમાં બેઠો હતો અને તેણે પોતાની બેગ માલદેભાઈના કોફી કલરના થેલા ઉપર મૂકી હતી. આ થેલાની અંદર એક કાળા કલરનું લેડીઝ પર્સ હતું, જેમાં રોકડા રૂ.15 હજાર તથા અંદાજે 164.25 ગ્રામ વજનના સોનાના દાગીના (મંગળસૂત્ર, બુટિયા, ચેન અને વીંટીઓ) ભરેલા હતા. જે મુસાફરના સ્વાંગમાં બેસેલા શખ્સે સેરવી લીધા હતા. દંપતી પુત્રના ઘરે પહોંચીને સામાન ગોઠવતી વખતે પર્સ તપાસતા તેમાંથી માત્ર એક જ સવા ગ્રામનું સોનાનું બુટિયું સિવાય બાકીનું તમામ સોનું ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી નિવૃત્ત શિક્ષક દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં સોનાના બે મંગળસૂત્ર, 4 જોડી સોનાના બુટીયા, સોનાનો ચેન, સોનાની ચાર વીંટીઓ મળી રૂ.17,40,375 ની ચોરી કરી લીધી હતી. ઘટના અંગે પુત્ર રવિભાઈ અને પુત્રવધુ પ્રતીક્ષાબેનની હાજરીમાં તાત્કાલિક પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ભોગ બનનાર નિવૃત્ત શિક્ષકના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ રિક્ષા કાળા કલરના વૂડ અને પીળા-લીલા રંગની હતી તેમજ તેના ફ્રન્ટ ગ્લાસ પર લગભગ 'સિકોતર માં' લખેલું હતું. જોકે તેમને રિક્ષાનો નંબર ખ્યાલ નથી. પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા અને આરોપીને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan