Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

રાણાવાવ, ખંભાળા અને હનુમાનગઢ ગામેથી આવક:શિયાળાના પ્રારંભે પોરબંદરના યાર્ડમાં 17 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
રાણાવાવ, ખંભાળા અને હનુમાનગઢ ગામેથી આવક:શિયાળાના પ્રારંભે પોરબંદરના યાર્ડમાં 17 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ
પોરબંદરના યાર્ડમાં શિયાળાના પ્રારંભે જ કેસર કેરીની આવક થતા દિવાળીમાં રસ-પૂરીની મજા માણવા મળશે.યાર્ડમાં રાણાવાવ, ખંભાળા અને હનુમાનગઢ ગામેથી 17 બોક્સ એટલે કે 170 કિલો કેસર કેરીની આવક નોંધાઈ હતી જેનો પ્રતિકિલોના રૂ. 500 થી 1051 સુધીના ઊંચા ભાવ બોલાયા હતા. સામાન્ય રીતે વૈશાખ અને જેઠ માસની કાળઝાળ ગરમીમાં જોવા મળતી સ્વાદિષ્ટ કેસર કેરી હવે દિવાળીના તહેવારો ટાણે શિયાળાના પ્રારંભે જ માર્કેટમાં આવી પહોંચતાં પોરબંદરવાસીઓમાં ભારે આશ્ચર્ય સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સ્વાદના શોખીનો માટે દિવાળી પર્વે રસ-પૂરીની જ્યાફત માણવાની અનોખી તક ઊભી થઈ છે, જ્યાં અણધારી રીતે 17 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ છે. પોરબંદર એપીએમસી પરિસરમાં રાણાવાવ પંથક તેમજ આસપાસના ખંભાળા અને હનુમાનગઢ ગામેથી ખેડૂતો પોતાની વાડીમાં ઑફ-સિઝન પાકેલી કેસર કેરીના બોક્સ લઈને હરાજી માટે પહોંચ્યા હતા. દિવાળીના તહેવારો ટાણે જ કેરીની એન્ટ્રી થતાં વેપારીઓ અને ગ્રાહકોમાં પડાપડી થઈ હતી. હરાજી દરમિયાન કેસર કેરીના ગુણવત્તા અનુસાર પ્રતિકિલોના રૂ. 500 થી લઈને રૂ. 1051 સુધીના આસમાની ભાવ બોલાયા હતા. દિવાળીના પર્વે મીઠાઈ સાથે કેસર કેરીનો સ્વાદ મળશે દિવાળીના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણની સાથે આ વખતે પોરબંદરના લોકોને કેસર કેરીના રસનો સ્વાદ માણવા મળશે. શિયાળાના આરંભે માર્કેટમાં કેસર કેરી આવવાની આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચા અને આશ્ચર્યનો વિષય બની છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan