crime
રાણપુરમાં ગણપતિ બાપાને ભાવભીની વિદાય:વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, ડીજેના તાલે વાતાવરણ ગુંજી ઉઠ્યું
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજે સાંજે ૬ વાગ્યે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું. પારેખ ફળી, ફીજા પાર્ક અને કુંભારવાડા વિસ્તારમાં ભક્તોએ ભાવભીની વિદાય આપી. વિસર્જન યાત્રા દરમિયાન ભક્તો ડીજેના તાલે ઝૂમ્યા હતા. વાજતે-ગાજતે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી. આખું વાતાવરણ “બાપા મોરિયા રે... બાપા મોરિયા...”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં શહેરના લોકો જોડાયા હતા. ગણપતિ બાપા પ્રત્યે ભક્તોની અપાર શ્રદ્ધા અને ભક્તિ જોવા મળી હતી.
Read full article on Divya Bhaskar