Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Rajasthan : ધોલપુરમાં મોટો માર્ગ અકસ્માત, 3 બાળકો સહિત 4 લોકોના મોત

📰 Sandesh 🕐 1 min read 📅 September 5, 2026 👁 1 views
Rajasthan : ધોલપુરમાં મોટો માર્ગ અકસ્માત, 3 બાળકો સહિત 4 લોકોના મોત
રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. મનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફૂલપુર ગામ નજીક મુસાફરોથી ભરેલી ઈકો કાર અનિયંત્રિત થઈને તળાવમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા મળતી માહિતી મુજબ, ઈકો કારમાં અનેક મુસાફરો સવાર હતા. ફૂલપુર ગામ નજીક પહોંચતાં કાર તળાવ પાસેની પાણીથી ભરાયેલી રસ્તા પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન કાર ચાલકને રસ્તો અને તળાવની વાસ્તવિક હદનો અંદાજ ન આવતા વાહન સીધું ઊંડા પાણીમાં ખાબક્યું હતું. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ અને પ્રશાસનને જાણ થતાં ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેવી રીતે સર્જાયો અકસ્માત? પ્રાથમિક માહિતી અનુસાર, તળાવની આસપાસ થયેલા અતિક્રમણને કારણે પાણી રોડ સુધી ફેલાઈ ગયું હતું. રસ્તાનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો હોવાથી વાહનચાલકને આગળ રસ્તો છે કે ઊંડું પાણી તે જાણી શકાયું નહોતું. આ પરિસ્થિતિને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ પ્રશાસને તળાવ વિસ્તારના અતિક્રમણને લઈને ગંભીરતા દાખવી છે. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને અતિક્રમણો ઓળખી દૂર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. સાથે જ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ આપ્યો છે. હાલ પોલીસે અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Navneet Rana: અમારા તહેવારથી તકલીફ છે તો પાકિસ્તાન જતા રહો... લાઉડસ્પીકર વિવાદ પર નવનીત રાણાનો પલટવાર
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan