Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Rajkot બોગસ લોન કૌભાંડમાં મોટો ધડાકો, માસ્ટરમાઈન્ડ અલ્પેશ દોંગાના નાર્કો અને બ્રેઈન મેપિંગ ટેસ્ટને કોર્ટની મંજૂરી

📰 Sandesh 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
Rajkot બોગસ લોન કૌભાંડમાં મોટો ધડાકો, માસ્ટરમાઈન્ડ અલ્પેશ દોંગાના નાર્કો અને બ્રેઈન મેપિંગ ટેસ્ટને કોર્ટની મંજૂરી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવનાર કરોડો રૂપિયાના બોગસ લોન અને જમીન કૌભાંડ પ્રકરણમાં તપાસ કરી રહેલી એજન્સીઓને મોટી સફળતા મળી છે. આ મહાકૌભાંડના મુખ્ય માસ્ટરમાઈન્ડ અલ્પેશ દોંગા ના સત્ય બહાર લાવવા માટે પોલીસે કરેલી રજૂઆતને માન્ય રાખીને સક્ષમ કોર્ટ દ્વારા તેના નાર્કો ટેસ્ટ (Narco Test) અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ (Brain Mapping Test) ને મંજૂરી આપવામાં આવી છે. કોર્ટના આ કડક આદેશથી કૌભાંડમાં સંડોવાયેલા અન્ય અસામાજિક તત્વો અને ઠગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષ 2012 થી આચરેલા કૌભાંડોના રહસ્યો ખુલશે અદાલતી મંજૂરી મળ્યા બાદ હવે આગામી સમયમાં ગાંધીનગર ખાતે આવેલા સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (Gandhinagar FSL) માં અલ્પેશ દોંગાના આ બંને વિશેષ વૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવશે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ ટેસ્ટના માધ્યમથી તે તમામ ગુપ્ત કડીઓ બહાર આવશે જે અત્યાર સુધી વણઉકેલાયેલી છે. આ કૌભાંડ કોઈ એક વર્ષનું નહીં પરંતુ વર્ષ 2012 થી સતત આચરવામાં આવી રહ્યું હોવાથી આ લાંબા સમયગાળા દરમિયાન આચરેલા તમામ ગેરકાયદે કારનામાઓ અને કૌભાંડોનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે. 700 કરોડથી વધુનું કૌભાંડ હોવાની શક્યતા પ્રાથમિક તપાસ અને અત્યાર સુધીના ખુલાસાઓ મુજબ આ સમગ્ર પ્રકરણ સામાન્ય લોન ફ્રોડ ન રહેતા અંદાજે રૂ. 700 કરોડથી વધુનું ભયાનક જંગી કૌભાંડ હોવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપીઓ દ્વારા ભોળા અને અજાણ ખેડૂતોને વિશ્વાસમાં લઈને અથવા બળજબરીપૂર્વક તેમની કરોડો રૂપિયાની કિંમતી જમીનો ગેરકાયદે રીતે પચાવી પાડવામાં આવી હતી. નાર્કો અને બ્રેઈન મેપિંગ ટેસ્ટના પરિણામો આવ્યા બાદ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય કેટલાય મોટા અને શંકાસ્પદ શખ્સોના નામ પણ સપાટી પર આવશે, જેનાથી તપાસ વધુ તેજ બનશે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan