Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ

📰 Abp News 🕐 1 min read 📅 September 26, 2026 👁 1 views
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
ખેડૂતોની અજ્ઞાનતા અને મજબુરીનો ફાયદો ઉઠાવી છેતરપિંડી કરનાર ઠગ ટોળકીનો રાજકોટ ગ્રામ્ય પોલીસે કર્યો પર્દાફાશ. રાજકોટ શહેર અને અમદાવાદમાં છેતરપિંડીના કોલસેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ. જેલમાં બંધ કુખ્યાત અલ્પેશ દોંગા અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ નામના આરોપીની સાથે છેતરપિંડીના કોલસેન્ટર ચલાવતો હોવાનો ખુલાસો થયો.. આરોપીઓએ શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ, ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ, પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ નામથી પેઢી ચલાવી ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા.. ખેડૂતોને નજીવી રકમ વ્યાજ પર આપી કરોડો રૂપિયાની જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેતા હતા. જે માટે આરોપીઓ પોતાના સાઈબર એક્સપર્ટ મિત્રના માધ્યમથી ગીતા નામની મહિલાનો સંપર્ક કરતા હતા.. રાજકોટ શહેરમાં ધમધમતા કોલ સેન્ટરમાંથી 14 જેટલી મહિલાઓ કામકાજ કરતી જોવામળી હતી. તપાસમાં એ પણ ખુલાસો થયો કે આરોપીએ, રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાના 32 જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી કરી. સ્થળ પરથી પોલીસને સાત બાર, આઠ અ, હક પત્રક, બોજો પત્રક, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજોની પણ નકલો જપ્ત કરી છે.. સાથે જ કુખ્યાત અલ્પેશ દોંગાના મિત્ર હિરેન લુણાગરીયાની પણ પોલીસે ધરપકડ કરી છે.. અલ્પેશ વિરૂદ્ધ રાજકોટ શહેરમાં સાત અને રાજકોટ ગ્રામ્યમાં છ જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે..
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan