Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Rajkot News: દિવાળી પહેલા ખાદ્ય પેઢીઓમાં સ્પેશિયલ ચેકિંગ, 22 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો અને 12 સેમ્પલ લેવાયા

📰 Sandesh 🕐 1 min read 📅 October 30, 2026 👁 2 views
Rajkot News: દિવાળી પહેલા ખાદ્ય પેઢીઓમાં સ્પેશિયલ ચેકિંગ, 22 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો અને 12 સેમ્પલ લેવાયા
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને એક વિશેષ સર્વેલન્સ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ અને ડ્રાયફ્રુટ્સની માગ વધુ રહેતી હોવાથી મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી ખાદ્ય પેઢીઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 46 ખાદ્ય પેઢીઓની તપાસ અને 22 કિલો અખાદ્ય જથ્થાનો નાશ આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમોએ કુલ મળીને 46 જેટલી ખાદ્ય પેઢીઓની ઓચિંતી તપાસ કરી હતી. હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને ડ્રાયફ્રુટ્સના વેપારીઓને ત્યાં કરાયેલી આ તપાસ દરમિયાન વેપારીઓ દ્વારા રાખવામાં આવેલ વાસી, પડતર અને એક્સપાયર્ડ તેમજ અખાદ્ય સ્વરૂપનો કુલ 22 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો સ્થળ પર જ જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. લાયસન્સ અને હાઈજીન બાબતે 5 પેઢીઓને નોટિસ ચકાસણી દરમિયાન સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. અયોગ્ય સ્ટોરેજ, લાયસન્સનો અભાવ તેમજ હાઈજેનિક કન્ડિશન (સ્વચ્છતા) જાળવવામાં નિષ્ફળ રહેલી કુલ 05 પેઢીઓને અલગ-અલગ મુદ્દે કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. 12 ખાદ્ય નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલાયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ની જોગવાઈઓ અનુસાર ગુણવત્તા ચકાસવા માટે વિવિધ ખાદ્ય પદાર્થો તથા ડ્રાયફ્રુટ્સના કુલ 12 નમૂનાઓ (સેમ્પલ) એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, અને રિપોર્ટ આવ્યા બાદ નિયમો અનુસાર આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan