Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Rajkot News: એરપોર્ટ ફાટક પાસેથી 4.97 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
Rajkot News: એરપોર્ટ ફાટક પાસેથી 4.97 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા
રંગીલા રાજકોટ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે ઝુંબેશ તેજ બનાવી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના એરપોર્ટ ફાટક નજીક દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. SOG ટીમે ઘટના સ્થળેથી 49.70 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. સાહિલ કાદરી અને રૂમીન જુણેજાની ધરપકડ પોલીસના દરોડા દરમિયાન ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ સાહિલ કાદરી અને રૂમીન જુણેજા તરીકે થઈ છે. આ બંને શખ્સો ક્યાંથી ડ્રગ્સ લાવ્યા હતા અને રાજકોટમાં કોને સપ્લાય કરવાના હતા તે અંગે પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. SOG દ્વારા બંને આરોપીઓ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસની કવાયત રાજકોટ શહેરમાં યુવાધનને નશાના માર્ગે ધકેલતા ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ફાટક પાસેથી કબ્જે કરવામાં આવેલા 49.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના આ કેસમાં અન્ય કોઈ મોટા માથા સંકળાયેલા છે કે કેમ તેમજ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટની કોઈ લિંક છે કે નહીં તે દિશામાં SOG પોલીસે વધુ તપાસ ધમધમાવી છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan