crime
Rajkot News: ગ્રામ્ય પોલીસે ઝડપી ચોર ગેંગ, મોબાઈલ ટાવરમાંથી RRU સાધનો ચોરી દિલ્હી મોકલતા 3 ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળ આવતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની ટીમે એક અત્યંત અનોખી અને હાઇટેક ચોર ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગ મોબાઈલ ટાવર પર લાગેલા અત્યંત મહત્વપૂર્ણ અને કિંમતી સાધનોની ચોરી કરવામાં સ્પેશિયાલિસ્ટ હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરીને આ ગેંગના 3 મુખ્ય સાગરીતોની ધરપકડ કરી લીધી છે. મોબાઈલ સિગ્નલનું કામ કરતું 8 કિલોનું 'RRU' ઉપકરણ ચોરતા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગના સભ્યો મોબાઈલ ટાવર પર જઈને રિમોટ રેડિયો યુનિટ નામના વિશિષ્ટ સાધનની ચોરી કરતા હતા. આ સાધન આશરે 7 થી 8 કિલો વજનનું હોય છે, અને મોબાઈલ નેટવર્ક તથા સિગ્નલ ફેલાવવાનું મુખ્ય કામ કરે છે. ચોરી કરેલા એક યુનિટની કિંમત બ્લેક માર્કેટમાં આશરે રૂ. 70,000 થી રૂ. 80,000 સુધી મળતી હતી. ત્રણ આરોપીઓની ધરપકડ, અન્ય સહ-આરોપીઓની શોધખોળ શરૂ શાપર વેરાવળ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ચોરીના આ નેટવર્ક સાથે સંકળાયેલા નીચે મુજબના 3 આરોપીઓની ધરપકડ કરી છે. જયદીપ બાવળિયા ધર્મેશ મેવાસિયા રાહુલ સતવાણી આ ગેંગ સાથે જોડાયેલા અન્ય સહ-આરોપીઓને પકડી પાડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ અને અમદાવાદના 20 ટાવરોમાંથી કરોડોની ચોરી કરી દિલ્હી મોકલતા પ્રારંભિક તપાસ દરમિયાન આ ગેંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપીઓએ રાજકોટના 8 ટાવરોમાંથી 15 યુનિટ, અમદાવાદના 2 ટાવરોમાંથી 5 યુનિટ ની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ટાવરમાંથી ચોરી કરવામાં આવેલા આ તમામ કિંમતી RRU સાધનોને આરોપીઓ દિલ્હી ખાતે કુરિયર મારફતે મોકલી આપતા હતા. પોલીસ હવે દિલ્હી ખાતે આ સાધનો ખરીદનાર મુખ્ય રેકેટ સુધી પહોંચવા માટે આગળની કાનૂની તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો - Rajkot News: એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે રસ્તો ખુલ્યો, આવતીકાલે ઇમિગ્રેશન ચેકિંગ હાથ ધરાશે
Read full article on Sandesh