Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા

📰 Sandesh 🕐 1 min read 📅 September 16, 2026 👁 2 views
Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા
રાજકોટ શહેરમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે જૂની અદાવત અને યુવતીની છેડતી બાબતે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ઓડિશાના વતની અને રાજકોટમાં છૂટક મજૂરી કામ કરતા દુખીશ્યામ નામના યુવકની યુવતીની છેડતીના મુદ્દે ઝઘડો થતાં ત્રણેય ભાઈઓએ ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી છે. રાજકોટમાં યુવતીની છેડતી બાબતે ખેલાયો ખૂની ખેલ પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક દુખીશ્યામ અને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સાથે રહીને છૂટક મજૂરી કામ કરતા હતા. દરમિયાન મૃતક દુખીશ્યામે આરોપીઓની બહેનનો હાથ પકડી છેડતી કરી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા યુવતીના ત્રણ ભાઈઓ પિંજુ ભૂરીયા, રાજેશ ભૂરીયા અને અજીત ભૂરીયાએ દુખીશ્યામને આંતરીને ઢીકા-પાટુ તથા લાકડાના ધોકા વડે ગંભીર માર માર્યો હતો. ત્યારબાદ ફેન્સિંગ વાયર વડે તેનું ગળું દબાવીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા પોલીસે મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલીને હત્યા આચરનાર ત્રણેય ભાઈઓ પિંજુ ભૂરીયા, રાજેશ ભૂરીયા અને અજીત ભૂરીયાની અટકાયત કરી લીધી છે. રાજકોટ પોલીસે આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી અને સઘન પૂછપરછ હાથ ધરી છે. આ પણ વાંચો: Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan