crime
રિક્ષાચાલક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો:વડસરમાં અજાણ્યા શખ્સોએ નજીવી બાબતે હુમલો કરતા યુવક રસ્તા પર ઢળી પડ્યો, પોલીસે તપાસ હાથ ધરી
વડોદરાના વડસર વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી બાદ અજાણ્યા શખ્સોએ એક રિક્ષાચાલક પર તીક્ષ્ણ હથિયાર વડે સરેઆમ જીવલેણ હુમલો કરતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હુમલાને પગલે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રિક્ષાચાલક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો વડસર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા રિક્ષાચાલક સાથે અજાણ્યા શખ્સોનું ઘર્ષણ થતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ આવેશમાં આવીને સામે પક્ષના લોકોએ રિક્ષાચાલક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા વાગવાથી રિક્ષાચાલક સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ચકાસવાની કાર્યવાહી હાથ ધરી ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર વિસ્તારમાં નાકાબંધી હાથ ધરી છે. હુમલાખોરોની ઓળખ છતી કરવા અને તેમને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ચકાસવાની કાયદેસરની તપાસ ધમધમાવવામાં આવી છે.
Read full article on Divya Bhaskar