top
રોહિણામાં ‘કિસાન મુક્તિ દિવસ’ નિમિત્તે કિસાન રેલી યોજાઈ:પારડી ખેડ સત્યાગ્રહની યાદમાં ખેડૂતોના હક્કો અને એકતાનો સંદેશ અપાયો
રોહિણામાં પારડી ખેડ સત્યાગ્રહની યાદમાં ‘કિસાન મુક્તિ દિવસ’ નિમિત્તે કિસાન રેલી યોજાઈ હતી. આ રેલીમાં ખેડૂતોના હક્કો, એકતા અને ખેતીના વિકાસ અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંકલ્પ લેવાયો કે ખેડૂતોના સંઘર્ષ અને બલિદાનની વાતો નવી પેઢી સુધી પહોંચે. સાથે જ આધુનિક ખેતી દ્વારા ખેડૂતો વધુ સમૃદ્ધ બને. આ દરમિયાન ‘જય જવાન, જય કિસાન’નો નારો પણ ગુંજ્યો હતો. ખેડૂતોની પ્રગતિમાં જ ગામ, સમાજ અને દેશની પ્રગતિ છે. તેથી, ખેતીને વધુ આધુનિક અને સમૃદ્ધ બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવાનો સંદેશ અપાયો હતો.
Read full article on Divya Bhaskar