top
હિંમતનગરમાં સાયબર પોલીસે મ્યુલ એકાઉન્ટ સિન્ડિકેટનો ખુલાસો કર્યો:₹14.24 કરોડના સાયબર ફ્રોડમાં વડનગરના 10 સામે ફરિયાદ, 9 આરોપીઓ ઝડપાયા
સાબરકાંઠામાં કરોડો રૂપિયાના ઓનલાઈન સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા મ્યુલ બેન્ક એકાઉન્ટના સિન્ડિકેટનો હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ 10 આરોપીઓની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 1 આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસની તપાસ દરમિયાન હિંમતનગર અને ઈડર તાલુકાના આસપાસના વિસ્તારોમાંથી સાયબર ફ્રોડની રકમની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા કુલ 12 શંકાસ્પદ મ્યુલ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા. આ ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર કુલ 17 ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદો કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાંથી નોંધાઈ હતી. પોલીસ તપાસ મુજબ, આ મ્યુલ એકાઉન્ટ સિન્ડિકેટ સાથે સંકળાયેલા સાયબર ફ્રોડમાં કુલ 14,24,59,668 રૂપિયાની રકમનો ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવેલા મ્યુલ એકાઉન્ટમાં કુલ 20,31,466 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓ અન્ય રાજ્યોના લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરાવી ફ્રોડની રકમ મ્યુલ ખાતાધારકોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવતા હતા. ત્યારબાદ ખાતાધારકોને ફ્રોડની રકમમાંથી 3 થી 4 ટકા કમિશન આપવામાં આવતું હતું. બાકીની રકમ ATM અથવા ચેક મારફતે ઉપાડી અન્ય બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. સાયબર પોલીસે ઝડપી પાડેલા 9 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસવાનું પણ શરૂ કર્યું છે. આરોપીઓ અગાઉ અન્ય સાયબર ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તથા સાબરકાંઠા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ મ્યુલ એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમની હેરફેર કરતા હતા કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે સમગ્ર સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારો તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ સાયબર ફ્રોડની રકમની રિકવરી માટે પણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુલ ખાતાધારકો કાર્તિકજી દશરથજી પરમાર (રહે. મહાદેવપુરા, ખેડાવાડા, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા) સંજયભાઈ નટવરભાઈ પટેલ (રહે. ફીંચોડ, તા. ઇડર, જી. સાબરકાંઠા) પ્રવિણભાઈ કાંતીભાઈ ઠાકરડા (રહે. બાદરપુરા, તા. ઇડર, જી. સાબરકાંઠા) મુખ્ય આરોપીઓ (કમિશન આપી ફ્રોડ કરાવનાર) મહેશજી વિષ્ણુજી ઠાકોર (રહે. સુલતાનપુર, તા. વડનગર, જી. મહેસાણા) રસીકજી વિષ્ણુજી ઠાકોર (રહે. સુલતાનપુર, તા. વડનગર, જી. મહેસાણા) મહેશજી જહાજી ઠાકોર (રહે. સુલતાનપુર, તા. વડનગર, જી. મહેસાણા) નરેશજી પ્રવિણજી ઠાકોર (રહે. વડબાર, તા. વડનગર, જી. મહેસાણા) જીગરજી વિષ્ણુજી ઠાકોર (રહે. સુલતાનપુર, તા. વડનગર, જી. મહેસાણા) આનંદજી રાયમલજી ઠાકોર (રહે. વડબાર, તા. વડનગર, જી. મહેસાણા) પકડવાનો બાકી આરોપી અશોકભાઈ સોમસિંહ મકવાણા (રહે. ખાસકી, તા. ઇડર, જી. સાબરકાંઠા)
Read full article on Divya Bhaskar