Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ટંકારામાં બંધ મકાનમાંથી ₹2.47 લાખના દાગીનાની ચોરી:ચોરાઉ દાગીના સાથે એક આરોપી પકડાયો, મહિલા સહિત બેની શોધખોળ ચાલુ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
ટંકારામાં બંધ મકાનમાંથી ₹2.47 લાખના દાગીનાની ચોરી:ચોરાઉ દાગીના સાથે એક આરોપી પકડાયો, મહિલા સહિત બેની શોધખોળ ચાલુ
ટંકારામાં એક બંધ મકાનમાંથી 2.47 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે ચોરાયેલા દાગીના અને રીક્ષા સહિત કુલ 3.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા સહિત અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સુનિલભાઈ મોહનભાઈ રાઠોડે આ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે 16 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી તેમનું મકાન બંધ હતું. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસીને લોખંડના કબાટમાંથી દાગીના ચોરી લીધા હતા. ચોરાયેલા દાગીનામાં 998 ગ્રામ ચાંદી (એક કડી, ચાર લાઈનવાળા છડાની એક જોડી, મોટા સાંકડાની એક જોડી, નાના સાંકડાની એક જોડી, એક મંગલસૂત્ર) અને 9 ગ્રામ વજનની સોનાની પાનવાળી બુટ્ટીની એક જોડીનો સમાવેશ થાય છે. આ દાગીનાની કુલ કિંમત 2,47,600 રૂપિયા છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ ચોરી કરવા માટે GJ 10 T 8165 નંબરની સીએનજી રીક્ષા લઈને આવ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે ટંકારાના નગરનાકા પાસેથી એક રીક્ષાચાલકને રોક્યો. તેની તપાસ કરતા ચોરી થયેલા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા. તે આ દાગીના મોરબી તરફ વેચવા જઈ રહ્યો હતો. પોલીસે 2,47,600 રૂપિયાના દાગીના અને 1 લાખ રૂપિયાની રીક્ષા સહિત કુલ 3,47,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ધ્રોલ રોડ, ચામુંડાવાસ ઝૂંપડામાં રહેતા ગોપાલભાઈ રાયમલભાઈ વાઘેલા (ઉંમર 26) ની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં ગોપાલભાઈની પત્ની ભાવનાબેન ગોપાલભાઈ વાઘેલા (રહે. ધ્રોલ) અને તેના ભાઈ સંજયભાઈ ઉર્ફે મેહુલ રાયધનભાઈ વાઘેલા (રહે. ધ્રોલ, લતીપર રોડ) ના નામ સામે આવ્યા છે. આ બંનેને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ ગુનાનો ભેદ ઉકેલવાની કામગીરી ટંકારાના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે કરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan