Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

અમદાવાદમાં ₹.3.15 લાખની લાંચ લેતા કથિત પત્રકાર દંપતીને ACB એ ઝડપી પાડ્યા, જાણો શું છે મામલો

📰 The Indian Express 🕐 1 min read 📅 August 19, 2026 👁 4 views
અમદાવાદમાં ₹.3.15 લાખની લાંચ લેતા કથિત પત્રકાર દંપતીને ACB એ ઝડપી પાડ્યા, જાણો શું છે મામલો
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ધમકી આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના અધિકારીઓના નામે લાંચ માંગનાર નવજીવન ક્રાઇમ અધિકાર ન્યુઝના બે કથિત પત્રકારો સામે એન્ટિ કપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. આણંદ એસીબીની ટીમે સોનીની ચાલી ચાર રસ્તા ખાતે છટકું ગોઠવી ₹.3,15,000 ની રોકડ રકમ સાથે બંને આરોપીઓને તેમની વેગનઆર ગાડીમાંથી ઝડપી પાડ્યા છે. કથિત પત્રકારોનો તોડબાજીનો ખેલ આરોપી શિલ્પાબેન આહિર અને વિજયભાઇ આહિરે બાંધકામ ન તોડાવવા માટે એ.એમ.સી. અધિકારીઓના નામે રૂ. 3 લાખ અને પોતાના રૂ. 25 હજાર મળી કુલ રૂ. 3,25,000 ની માંગણી કરી હતી. જે બાદ અગાઉ રૂ. 10 હજાર મેળવ્યા બાદ બાકીના રૂ. 3,15,000 સ્વીકારતી વખતે આણંદ એસીબી પીઆઈ આર.એન. વિરાણી અને ટીમે બંને આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા. આ આરોપીઓ ઝડપાયા શિલ્પાબેન વા/ઓ વિજયભાઇ આહિર , નવ જીવન ક્રાઇમ અધિકાર ન્યુઝ, રહે. 20, રામકૃષ્ણ સોસાયટી, નિકોલ ગામ રોડ, ઉત્તમનગરની બાજુમાં, અમદાવાદ શહેર. વિજયભાઇ ડાહયાભાઇ આહીર , નવ જીવન ક્રાઇમ અધિકાર ન્યુઝ, રહે. 20, રામકૃષ્ણ સોસાયટી, નિકોલ ગામ રોડ, ઉત્તમનગરની બાજુમાં, અમદાવાદ શહેર. એસીબી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદીએ પોતાના મકાન અને દુકાનના ઉપરના ભાગે પ્રથમ માળે પતરાની છત દૂર કરી સ્લેપ ભરી પાકુ બાંધકામ કર્યું હતું. આ બાંધકામના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ ખાતુ પુર્વ ઝોન તરફથી ફરીયાદીની માતાના નામે બીન પરવાનગીનુ બાંધકામ કેમ દુર નથી કર્યું તે બાબતેની બે નોટીસો મળી હતી. આ બાબતે આરોપીએ ફરીયાદીનો સંપર્ક કરી ઘરના પ્રથમ માળનુ નવુ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી. આ પણ વાંચો: ભરૂચમાં મેડિકલ લાઈસન્સ આપવા ₹. 40,000 ની લાંચ લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ક્લાસ-1 અને ક્લાસ-2 ના અધિકારી ઝડપાયા આ સાથે જ આરોપીએ નવુ બાંધકામ નહી તોડાવવા માટે એએમસીના અધિકારીઓના રૂ. 3 લાખ અને પોતાના 25 હજારની લાંચની માંગણી કરી હતી. જે પૈકી 10 હજાર આરોપીએ ફરીયાદી પાસેથી લઇ લીધા હતા અને બાકીના રૂ. 3,15,000 આજે આપવાનો વાયદો કર્યો હતો. જેને લેવા આવતા આરોપીઓને લાંચનુ છટકુ ગોઠવી એસીબીની ટીમે બંનેને ઝડપી પાડયા હતા.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan