Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

નસવાડીમાં ₹500માં નકલી જાતિના દાખલા બન્યા:મામલતદારે બે સામે ફરિયાદ નોંધાવી, સરફરાઝ ભીલ ઝડપાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 3 views
નસવાડીમાં ₹500માં નકલી જાતિના દાખલા બન્યા:મામલતદારે બે સામે ફરિયાદ નોંધાવી, સરફરાઝ ભીલ ઝડપાયો
નસવાડીમાં ₹500માં નકલી જાતિના દાખલા બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે નસવાડી મામલતદારે પોલીસ મથકે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરફરાઝ ભીલ નામના યુવકની ધરપકડ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં જાતિના નકલી પ્રમાણપત્રો બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. નસવાડીમાં સરફરાઝ ભીલ, જે ગ્રામ પંચાયતમાં વી.સી. તરીકે ફરજ બજાવતો હતો, તેણે એક સગીરનો ખોટો જાતિનો દાખલો માત્ર ₹500માં બનાવી આપ્યો હતો. આ બાબતની જાણ નસવાડી મામલતદારને થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નસવાડીના ખાપરિયા ગામના પ્રભુભાઈ રાઠવાએ તેમના પુત્ર માટે અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર કઢાવવા અરજી કરી હતી, પરંતુ તે મળ્યું ન હતું. ત્યાર બાદ તેમણે સરફરાઝ ભીલનો સંપર્ક કર્યો હતો. સરફરાઝ ભીલે અગાઉની અરજીના સ્કેનરનો ઉપયોગ કરીને માત્ર ₹500માં નકલી જાતિનું પ્રમાણપત્ર બનાવી આપ્યું હતું. આ ખોટા પ્રમાણપત્રના આધારે પ્રભુભાઈના પુત્રને છાત્રાલયમાં પ્રવેશ મળ્યો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા નસવાડી મામલતદારે નસવાડી પોલીસ મથકે સરફરાઝ ભીલ અને પ્રભુભાઈ રાઠવા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે સરફરાઝ ભીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સરફરાઝ ભીલે આવા કેટલા લોકોને ખોટા જાતિના પ્રમાણપત્રો બનાવી આપ્યા છે અને તેનો ક્યાં ક્યાં ઉપયોગ થયો છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan