Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતમાં શેરબજારમાં રોકાણના નામે ₹9.58 લાખની ઠગાઈ:મહારાષ્ટ્રથી બેંક એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના 2 સાગરીતો ઝડપાયા, દેશભરમાં ₹40.48 કરોડનું ફ્રોડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 1 views
સુરતમાં શેરબજારમાં રોકાણના નામે ₹9.58 લાખની ઠગાઈ:મહારાષ્ટ્રથી બેંક એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના 2 સાગરીતો ઝડપાયા, દેશભરમાં ₹40.48 કરોડનું ફ્રોડ
સુરત શહેરમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ રોકાણકારોને છેતરતી આંતરરાજ્ય સાયબર માફિયા ગેંગનો સુરત સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. ફરિયાદી પાસેથી આયોજનબદ્ધ રીતે 9,58,998 રૂપિયા પડાવી લેવાના ગંભીર ગુનામાં પોલીસે મહારાષ્ટ્રના પરભણી ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સોમાં 27 વર્ષીય ઉદ્ધવ ઉર્ફે રામચંદ્ર ગોંધલી અને 23 વર્ષીય વિદ્યાર્થી ગોપેન્દ્ર ઉર્ફે ગોપુ દશરથરાવ શિંદે સામેલ છે. આ ગેંગ બોગસ દસ્તાવેજોના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ગઠિયાઓને કમિશન પર પૂરા પાડવાનું મોટું નેટવર્ક ચલાવતી હતી. ઇન્સ્ટાગ્રામ પર ફેક જાહેરાત મૂકી ટેલિગ્રામ મારફતે જાળ બિછાવી સાયબર ગઠિયાઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટની લોભામણી જાહેરાત પોસ્ટ કરી હતી. ફરિયાદીએ આ લિંક પર ક્લિક કરતાં જ તેમને એક ટેલિગ્રામ ગ્રૂપમાં જોડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કૂટલેખનવાળી નકલી વેબસાઈટની લિંક મોકલી ફરિયાદીનું રજિસ્ટ્રેશન કરાવી બોગસ ડીમેટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. શેરના ખરીદ-વેચાણમાં મોટો નફો દર્શાવી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટ્સમાં કુલ 9.58 લાખ રૂપિયા જમા કરાવી લીધા હતા. નફો અને મૂડી વિડ્રો કરવા જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો જ્યારે ફરિયાદીએ પોતાના ફેક ડીમેટ એકાઉન્ટમાં દેખાતો નફો અને મૂળ મુદ્દલ રકમ ઉપાડવા માટે વિડ્રોઅલ રિક્વેસ્ટ મૂકી, ત્યારે સાયબર ઠગોએ નાણાં આપવાના બદલે પ્રોસેસિંગ ફી અને વધારાના ચાર્જિસના નામે વધુ પૈસાની માંગણી કરી હતી. વારંવારના પ્રયાસો છતાં રકમ પરત ન મળતાં પોતે છેતરાયા હોવાની ખાતરી થતાં ભોગ બનનારે સુરત સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કર્યો હતો. ટેકનિકલ એનાલિસિસ દરમિયાન સામે આવ્યું કે ઠગાઈની મોટી રકમ મહારાષ્ટ્રના પરભણી સ્થિત બેંક ઓફ ઇન્ડિયાના એક કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. ઉદ્યમ સર્ટિફિકેટના નામે બોગસ કરંટ એકાઉન્ટ ખોલી કમિશન પર વેચ્યું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ઉદ્ધવ ગોંધલીએ પોતાના નામે બોગસ ફર્મ બનાવી, ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી બેંક ઓફ ઇન્ડિયામાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટ તેણે 5,000 રૂપિયાના કમિશન પેટે વિદ્યાર્થી ગોપેન્દ્ર શિંદેને આપ્યું હતું. ગોપેન્દ્ર શિંદે વધારાની આવકની લાલચમાં ટેલિગ્રામ મારફતે અન્ય સાયબર ઠગો સાથે જોડાયો હતો અને આ બેંક એકાઉન્ટની કીટ રાજકોટ ખાતે રહેતા ફરાર સાથીદારને કુરિયર મારફતે પહોંચાડી દીધી હતી. આ બેંક એકાઉન્ટમાં 1 સપ્ટેમ્બર 2025 થી 21 જાન્યુઆરી 2026 દરમિયાન 1,47,10,005 રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં આ જ એકાઉન્ટ સામે 13 ફરિયાદો: DCP બિશાખા જૈન સુરત સાયબર ક્રાઈમ ડીસીપી બિશાખા જૈને સમગ્ર મામલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રોકાણના નામે થયેલી છેતરપિંડીની ફરિયાદ આધારે મહારાષ્ટ્રના પરભણીથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓના કરંટ એકાઉન્ટની હિસ્ટ્રી NCCRP પોર્ટલ પર તપાસતાં દેશના વિવિધ રાજ્યોમાં આ એકાઉન્ટ વિરુદ્ધ કુલ 13 જેટલી ગંભીર ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ 40,48,63,033 રૂપિયાનું જંગી ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. હાલ સાયબર સેલ દ્વારા આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને રાજકોટ સ્થિત ફરાર આરોપીને દબોચી લેવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan