Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

રસ્તા વચ્ચે ભરાઈ રહેલા દૂષિત પાણીથી લોકોને અવરજવરમાં મુશ્કેલી:સાકરીયામાં ગટરની લાઈનનું દૂષિત પાણી લીક થતાં ગ્રામજનોમાં રોગચાળાનો ભય

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 2 views
રસ્તા વચ્ચે ભરાઈ રહેલા દૂષિત પાણીથી લોકોને અવરજવરમાં મુશ્કેલી:સાકરીયામાં ગટરની લાઈનનું દૂષિત પાણી લીક થતાં ગ્રામજનોમાં રોગચાળાનો ભય
મોડાસા તાલુકાના સાકરીયા માં છેલ્લા કેટલાય સમયથી ગામમાંથી પસાર થતી ગટર લાઈન લીકેજ થતા ગંદુ પાણી રસ્તા ઉપર ભરાઈ રહ્યું છે પરિણામે આસપાસના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે રસ્તા ઉપર સતત ભરાઈ રહેલા ગંદા પાણીના કારણે લોકોને અવરજવર માં મુશ્કેલી નો સામનો કરવો પડે છે સાકરીયામાં ગામ વચ્ચેથી પસાર થતી ગટર લાઈન કોઈક કારણોસર છેલ્લા કેટલાય સમયથી લીકેજ થતા લોકો પરેશાની નો સામનો કરી રહ્યા છે. રસ્તા વચ્ચે ભરાઈ રહેલા ગંદા પાણીના કારણે વાતાવરણમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. રસ્તા વચ્ચે ગંદકી ખદ બદિ ઉઠતા મચ્છરોનો ઉપદ્ર વધી ગયો હોવાનું સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે ગંદા પાણીના કારણે રાત્રી સમયે વાતાવરણ મા દુર્ગંધ ફેલાતા લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે. ગામ વચ્ચેથી પસાર થતા આ મુખ્ય માર્ગ ઉપર સતત ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તદુપરાંત રોજિંદા આ રસ્તા ઉપર થી પસાર થતાં ખેડૂતોને અને સ્કૂલમાં અવર-જવર કરતા બાળકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ સિનિયર સિટીઝન અકસ્માતનો ભોગ બને તે પહેલા સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક લીકેજ થયેલી ગટર લાઈનની પાઇપની મરામત કરવામાં આવે
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan