Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સાવકા પિતાએ 16 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું:વીડિયો શૂટ કર્યો, 46 વર્ષના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 19, 2026 👁 5 views
સાવકા પિતાએ 16 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું:વીડિયો શૂટ કર્યો, 46 વર્ષના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
શહેરના દાણીલીમડા વિસ્તારમાં 16 વર્ષની સગીર વયની સાવકી દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરી તેનું વીડિયો શૂટિંગ ઉતારી બ્લેકમેલ કરનારા આરોપીની રેગ્યુલર જામીન અરજી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો જણાતો હોય અને આવા આરોપીને જામીન મુક્ત કરવાથી સમાજ પર વિપરીત અસર પડી શકે તેમ છે. કૌટુંબિક વિવાદના કારણે જૂની અદાવતમાં ફરિયાદ આરોપી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાંથી આરોપી તરફથી કોર્ટમાં જામીન અરજી કરીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે અને પારિવારિક તથા કૌટુંબિક વિવાદના કારણે જૂની અદાવતમાં આ ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવ નવેમ્બર, 2025નો હોવા છતાં ફરિયાદ મે,2026 માં વિલંબથી નોંધાવવામાં આવી છે. સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા સામે પક્ષે સરકારી વકીલ અને મૂળ ફરિયાદી તરફથી જામીન અરજીનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે આરોપી પીડિતાનો સાવકો પિતા છે. આરોપીએ 16 વર્ષની સગીરા અને તેના ભાઈ સહિતના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપીને સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, આ શરમજનક કૃત્ય પોતાના મોબાઈલમાં રિકોર્ડ કરીને ફરિયાદીના મોબાઈલ પર ચેટમાં મોકલ્યું હતું. આ ઘટના બાદ 16 વર્ષની પીડિતા માનસિક રીતે આઘાતમાં સરી પડી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan