Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સભાસદે બેંક પાસે શૂન્ય બેલેન્સ ખાતા અંગે ખુલાસો માંગ્યો:RBIની ગાઈડલાઈન મુજબ ડિવિડન્ડ માટે ખાતું ખોલવા 7 દિવસમાં લેખિત જવાબ માગ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 4 views
સભાસદે બેંક પાસે શૂન્ય બેલેન્સ ખાતા અંગે ખુલાસો માંગ્યો:RBIની ગાઈડલાઈન મુજબ ડિવિડન્ડ માટે ખાતું ખોલવા 7 દિવસમાં લેખિત જવાબ માગ્યો
પાટણની ધી સરદાર ગંજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકમાં સભાસદો પાસે રૂ. 500નું સેવિંગ્સ ખાતું ખોલાવવાના મુદ્દે સભાસદ જગદીશભાઈ રણછોડભાઈ પટેલે મેનેજમેન્ટ પાસે લેખિત ખુલાસો માંગ્યો છે. તેમણે RBIની ગાઈડલાઈન મુજબ ડિવિડન્ડ માટે શૂન્ય બેલેન્સથી ખાતું ખોલવાની રજૂઆત કરી છે. જગદીશભાઈ રણછોડભાઈ પટેલે બેંકના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પત્ર આપ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે ભારતીય સંસદ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ નાગરિકો અને સહકારી બેંકોના સભાસદોને ડિવિડન્ડ આપવા શૂન્ય બેલેન્સથી ખાતું ખોલવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે. તેમનો આક્ષેપ છે કે પાટણની બેંક આ પરિપત્રનું પાલન કરતી નથી અને દરેક સભાસદને રૂ. 500 ભરીને સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા કહે છે. સભાસદે બેંકને પૂછ્યું છે કે RBIની કઈ કલમ હેઠળ રૂ. 500નું ખાતું ખોલાવવામાં આવે છે. તેમણે 7 દિવસમાં લેખિત જવાબ આપવા માંગ કરી છે. જો બેંક પાસે આ માટે લેખિત આધાર ન હોય, તો 01/11/2026થી દરેક સભાસદનું શૂન્ય બેલેન્સથી ખાતું ખોલવાનું શરૂ કરવાની પણ રજૂઆતમાં માંગ કરાઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan