crime
શહેરનાં ગાંધી ચોકપાસેથી છરી, બાઇકસાથે દબોચ્યો:હત્યા કેસ, જાલીનોટ ગુનામાં સંડોવાયેલ શખ્સ હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
હત્યા કેસ, જાલીનોટ ગુનામાં સંડોવાયેલ શખ્સને પોલીસે ગાંધી ચોક પાસેથી હથિયાર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પેરોલ ફર્લો સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, અગાઉ જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનના ખૂન કેસમાં અને જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જાળી નોટ ગુનામાં સંડોવાયેલ સંજુ ઉર્ફે સોનુ શંકરસિંહ ઓમકારસિંહ ઠાકુર નામનો શખ્સ હથિયાર સાથે બાઈક ઉપર ગાંધી ચોક તરફ થી રેલવે સ્ટેશન તરફ આવે છે. આ વાતની આધારે પોલીસે ક્રાઈમ બ્રાન્ચ ખાતે વોચ ગોઠવી ગાંધી ચોક તરફથી બાઇક પર આવતા મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ જોષીપરા, નંદનવન સોસાયટીમાં રહેતો અને કલર કામ કરતો 40 વર્ષીય સંજુ ઉર્ફે સોનુ શંકરસિંહ ઓમકારસિંહ ઠાકુરને ઝડપી લીધો હતો. પોલીસે શખ્સની અંગ ઝડતી કરતા નેફામાંથી છરી મળી આવી હતી. પોલીસે છરી અને રૂપિયા 50,000ની કિંમતનું જીજે 05 ટીએક્સ 5085 નંબરની બાઈક કબજે લઈ હથિયાર બંધીના જાહેરનામાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar