Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સક્કરબાગનો નવો પુલ બનશે, ફરી ડાઇવર્ઝન માટે તૈયાર રહો:270 કરોડના સિમેન્ટ રોડ, છતાં ડામર રોડના ખાડા બૂરવાનું મશીન રૂા. 2 કરોડમાં ખરીદાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 2 views
સક્કરબાગનો નવો પુલ બનશે, ફરી ડાઇવર્ઝન માટે તૈયાર રહો:270 કરોડના સિમેન્ટ રોડ, છતાં ડામર રોડના ખાડા બૂરવાનું મશીન રૂા. 2 કરોડમાં ખરીદાશે
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં પ્રજાના વિકાસના કામોના નામે કરોડોના એવા ખર્ચાઓ મંજૂર થયા છે જેની કોઈ જરૂર નથી. અત્યારે શહેરના તમામ રોડ 270 કરોડના ખર્ચે બની રહ્યા છે. તેમાંથી મોટાભાગના રોડ સિમેન્ટના છે. મુખ્યમંત્રી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના રોડ સિમેન્ટના બનાવવાના છે. અત્યારે જે રોડ બની રહ્યા છે તે પણ સિમેન્ટના જ બની રહ્યા છે તેમ છતાં ખાડા બુરી શકે તેવું બે કરોડ નું મશીન વસાવાનું નક્કી થયું છે. આ મશીન ફક્ત ડામર રોડ ના ખાડા પૂરવામાં કામ આવશે. સિમેન્ટ રોડ માં નહી ચાલે, તો આ મશીન વસાવવાનો કોઈ મતલબ નથી. ઉપરાંત મનપા દ્વારા માઈસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂ. 55.18 કરોડ રકમ ફાળવવાની દરખાસ્ત મોકલવામાં આવી છે, જ્યારે શહેરમાં અનેક પ્રાથમિક સમસ્યાઓ છે. આ ઉપરાંત, સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત રૂ. 18 કરોડના મંજૂર થયેલા કામો માત્ર કાગળ પર જ રહેવાની દહેશત છે, કારણ કે આ 18 કરોડમાં ગોબર ગેસ પ્લાન્ટ ઇવનગર ખાતે કરવાનો છે. જ્યાં એક પ્લાન્ટ બંધ હાલતમાં છે છતાં કરોડોના ખર્ચે બીજો પ્લાન્ટ નાખવાનો છે. શહેરમાં રખડતા પશુઓ અને ગંદકીના ત્રાસ સામે યોગ્ય આયોજનના અભાવે છે. તો સ્વચ્છતાના નામે ફરી કરોડોનો ખર્ચ કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવામાં આવી છે. Share with facebook સ્ટેટ ક્લીન પ્રોગ્રામ : વાઘેશ્વરી તળાવમાં પણ હવે ગટરના પાણી માટે એસટીપી ! નવા નવા ગતકડા કરીને મનપાના સત્તાધીશો પૈસો ખર્ચો કરી રહ્યા છે. નરસિંહ મહેતા સરોવરમાં કરોડો રૂપિયા ખર્ચીને એસટીપી પ્લાન્ટ નાખવામાં આવ્યું છે. જેમાં ગટરનું પાણી શુદ્ધ કરીને નાખવાનું હોય છે. ચાર મહિના થઈ ગયા હજુ પાણી કેટલું આવ્યું તેની ખુદ વોટર વર્કસના અધિકારીઓને જ ખબર નથી. ત્યારે વાઘેશ્વરી તળાવ માં પણ આ જ ખર્ચ કરીને ગટર નું પાણી શુદ્ધ કરીને નાખવામાં આવશે. શહેરી વિકાસ માટે રૂા. 140 કરોડ, સારા રસ્તા કે પાણી તો મળતા નથી રૂ. 140 કરોડના શહેરી વિકાસના મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ સામાન્ય નાગરિકો આજદિન સુધી પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને સારા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. માત્ર કાગળ પર મંજૂર થતી દરખાસ્તો અને ઓનલાઇન ઓક્શન જેવા નિર્ણયોથી સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં કોઈ રાહત મળતી નથી, વહીવટી તંત્ર નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે. રખડતા પશુનો ત્રાસ નિવારવાપણ લાખોના ખર્ચની જોગવાઇ પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણેનિર્દોષ નાગરિકો અને અકસ્માતોનો ભોગ બને છે. ગૌશાળાઅને એનિમલ બર્થ કંટ્રોલ પાછળ કરોડોની ગ્રાન્ટ વાપરવાનાદાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી પર કોઈ નક્કરપરિણામ દેખાતા નથી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan