Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દારૂમાં નામ નહીં ખોલવા સેટલમેન્ટ માટે પૈસા માગનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ:નરોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી-બુટલેગરની ઓડિયો ક્લિપ વાયરલ, SMCની રેઈડ બાદ નવા PIની નિમણૂક છતાં વહીવટ?

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 3 views
દારૂમાં નામ નહીં ખોલવા સેટલમેન્ટ માટે પૈસા માગનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ:નરોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી-બુટલેગરની ઓડિયો ક્લિપ વાયરલ, SMCની રેઈડ બાદ નવા PIની નિમણૂક છતાં વહીવટ?
છેલ્લા એક મહિનાથી વિવાદમાં રહેલું નરોડા પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદના ઘેરામાં આવ્યું છે, જ્યાં ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જનક દેસાઈનો બુટલેગર મહંમદ હારુન સાથેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ ક્લિપમાં કોન્સ્ટેબલ ઉપરી અધિકારીના નામે 3.5 લાખની માંગણી કરતા સંભળાયા હતા, જ્યારે બુટલેગર 1.5 લાખ આપવા તૈયાર થયો હતો. આ મામલે પોલીસે કરાયેલી તપાસમાં શંકાસ્પદ ભૂમિકા જણાતાં તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો છે. નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMCની રેઈડ બાદ નવા PIને હાજર થયાને એક અઠવાડિયું પણ થયું નથી, ત્યારે પીઆઇના નામે કોન્સ્ટેબલે બુટલેગર સાથે સંબંધ બનાવવા માટે પણ કહેવામાં આવતા હોવાનું વીડિયોમાં જાણવા મળ્યું છે. એક ગાડીમાંથી દારૂની પેટી પકડીને 'તોડકાંડ' શરૂ કર્યો બે દિવસ પહેલા એક ગાડીમાંથી દારૂની પેટી પકડવામાં આવી હતી, જે મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને એક આરોપીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ બીજા આરોપીઓનું નામ ન ખોલવા માટે સેટલમેન્ટ અંગે કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચે વાતચીત થઈ હતી. જેની આ ઓડિયો ક્લિપ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 'પકડાયેલો માલ રોયલ સ્ટેગ તેથી તમારે 3 લાખ આપવા પડશે' ઓડિયો ક્લિપમાં પોલીસ કર્મચારીએ કહ્યું હતું કે, સાહેબ 1.5 લાખ રૂપિયાને ખૂબ ઓછા લાગે છે, કારણ કે જો આમાં રાજસ્થાનના વેપારીઓના નામ ખુલશે તો આટલી નાની રકમથી કામ નહીં ચાલે. આ વખતે બધું સારું સેટલમેન્ટ કરી આપીશું તો આપણો પરસ્પર વિશ્વાસ બંધાઈ જશે અને ભવિષ્યમાં પણ આપણો ધંધો કાયમ માટે સારો ચાલશે. પકડાયેલો માલ રોયલ સ્ટેગ છે અને આજકાલ તો માત્ર આ બ્રાન્ડનું નામ આવવું જ કેસ કરવા માટે પૂરતું થઈ ગયું છે. સાહેબ અત્યારે ખૂબ મોટી રકમ એટલે કે પણ હું તેમની સાથે વાત કરીને આ મામલો 3 લાખ રૂપિયા સુધીમાં પતાવવા માટે મનાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. 'કઈ સો પેટી માલ નથી તો તમે આટલા બધા માગો છો' બુટલેગર માત્ર 1.5 લાખ રૂપિયા જ આપી શકે એવી વાત કરી હતી અને છેલ્લે સુધી 1.5 લાખ રૂપિયામાં જ પતાવટ કરવા માટે તેણે કહ્યું હતું. પરંતુ પોલીસ કર્મચારી માનવા માટે તૈયાર નહોતો અને હું સાહેબ જોડે વાતચીત કરીશ. બુટલેગરે ઘરે કહ્યું હતું કે માત્ર એક પેટી જ માલ છે કઈ સો પેટી માલ નથી તો તમે આટલા બધા માંગો છો. અધિકારીઓના નામો વટાવી તોડ કરવા માગતો હતો આ વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ કમિશનરથી લઈને ઝોન 4 ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલે લિસ્ટેડ બુટલેગર સાથે સતત સંપર્ક કરી ઉપરી અધિકારીઓના નામો વટાવી પોતાના આર્થિક ફાયદા સારૂ વાતચીત કરતા હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું હતું. કોન્સ્ટેબલ જનકને સસ્પેન્ડ કરાયો આ બાબતને ગંભીરતાથી લઈ નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જનકની ભુમિકા શંકાસ્પદ જણાઈ આવી છે તેમજ ઉપરોકત ઓડીયો કલીપ ઉપરથી પ્રસ્થાપીત થતુ હોય અને તેઓએ પોલીસ ખાતાની છબી ખરડાય અને પોલીસ કર્મચારી તરીકે ન શોભે ન છાજે તેવુ કૃત્ય કર્યું હોવાથી તેને સસ્પેન્ડ કરાયો છે અને જી ડિવિઝન એસીપીને તપાસ સોંપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan