Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

SOG શાખામાંથી યુઝર આઈડી-પાસવર્ડ મેળવવા આદેશ:પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પથિક સોફ્ટવેર ફરજિયાત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 5, 2026 👁 2 views
SOG શાખામાંથી યુઝર આઈડી-પાસવર્ડ મેળવવા આદેશ:પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પથિક સોફ્ટવેર ફરજિયાત
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પથિક સોફ્ટવેર ફરજિયાત કરી તમામ હોટલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાએ ગ્રાહકોની એન્ટ્રી સોફ્ટવેરમાં કરવી પડશે.આ માટે SOG શાખામાંથી યુઝર આઈડી-પાસવર્ડ મેળવવા આદેશ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં આંતરિક સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.ડી. મિયાત્રા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના તમામ રોકાણ સ્થળોએ પથિક સોફ્ટવેરનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ, પોરબંદર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ હોટલ, લોજિંગ-બોર્ડિંગ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના અને ધર્મશાળાના સંચાલકોએ રિસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું કોમ્પ્યુટર રાખવું પડશે. અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાસ સોફ્ટવેર પથિક ઇન્સ્ટોલ કરી, રજિસ્ટર એન્ટ્રીની સાથોસાથ તેમાં પણ રોકાણ કરતા તમામ દેશી-વિદેશી મુસાફરોની વિગતોની રિયલ-ટાઈમ ઓનલાઇન એન્ટ્રી કરવી ફરજિયાત રહેશે. આ જાહેરનામું તા. 02/11/2026 થી તા. 31/12/2026 સુધી અમલમાં રહેશે
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan