politics
લુણાવાડામાં SP સફીન હસનની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ અને કોમી સૌહાર્દ સાથે યોજવા અને ડીજેના અવાજ અંગે નિયમોનું પાલન અને અપીલ
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે સ્થિત બેતાલીસ સમાજ ઘર ખાતે આગામી ગણેશ વિસર્જન પર્વ સંદર્ભે શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, પીસ કમિટીના સભ્યો અને વિવિધ ગણેશ મંડળોના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યોજવા SP ની અપીલ બેઠક દરમિયાન સમગ્ર મહીસાગર જિલ્લામાં ગણેશ વિસર્જન ઉત્સવ શાંતિ, ભાઈચારા અને કોમી સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થાય તે અંગે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને તમામ ગણેશ મંડળોને વિસર્જન શોભાયાત્રા નિર્ધારિત રૂટ અને સમયમર્યાદામાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા ભારપૂર્વક અપીલ કરી હતી. DJ ના અવાજ અંગે નિયમોના પાલનની સૂચના આ ઉપરાંત, વિસર્જન દરમિયાન DJ તેમજ સાઉન્ડ સિસ્ટમના અવાજ અંગેના સરકારી નિયમોનું અક્ષરશઃ પાલન કરવા આયોજકોને કડક સૂચના આપવામાં આવી છે. વિસર્જન પ્રસંગે કોઈ અપ્રિય બનાવ ન બને અને શાંતિ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બેઠકમાં હાજર રહેલા વિવિધ સમાજના આગેવાનો અને ગણેશ મંડળોના પ્રતિનિધિઓએ શાંતિપૂર્ણ વિસર્જન માટે પોલીસ પ્રશાસનને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી.
Read full article on Divya Bhaskar