top
સરકારના ઠરાવથી સરપંચો નારાજ, સત્તા છીનવાઈ ગયાનો દાવો
રાજ્ય સરકાર દ્વારા 16મા નાણાપંચની ગ્રાન્ટને લઈને નવો ઠરાવ કરાયો. જેમાં ગ્રામ પંચાયતને આપવામાં આવતી ગ્રાન્ટનો રેશિયો 80-20 નક્કી કરાયો છે. એટલે કે 80 ટકા ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયતને મળે જ્યારે 20 ટકા જિલ્લા, તાલુકા પંચાયત દ્વારા પફોર્મન્સના આધારે મળે. સરપંચોનો દાવો છે કે આ નવા ઠરાવના કારણે ગ્રામ પંચાયતની સત્તા છીનવાઈ રહી છે અને ગામનો વિકાસ રૂંધાઈ જવાની ભીતી છે. ધાનેરામાં આ મામલે સરપંચ એસોસિએશને આવેદનપત્ર આપ્યા બાદ હવે સુરેન્દ્રનગરમાંથી પણ આ ઠરાવ સામે નારાજગી વ્યક્ત કરાઈ રહી છે.
Read full article on News18 Gujarati