Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સરકારની ₹2.12 લાખ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી:હેલિકોપ્ટર, ડ્રોન સિસ્ટમ અને હથિયારો ખરીદવામાં આવશે, જેમાંથી 82% ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી કરવામાં આવશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
સરકારની ₹2.12 લાખ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી:હેલિકોપ્ટર, ડ્રોન સિસ્ટમ અને હથિયારો ખરીદવામાં આવશે, જેમાંથી 82% ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી કરવામાં આવશે
સરકારના સંરક્ષણ મંત્રાલયે સોમવારે ડિફેન્સ ફોર્સિસ માટે ₹2.12 લાખ કરોડની ખરીદીને મંજૂરી આપી. તેમાં હેલિકોપ્ટર, લાંબા અંતરની કામિકાઝે ડ્રોન સિસ્ટમ અને હથિયારો પણ સામેલ છે. આ ખરીદીમાં આશરે 82% ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ આ ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી આપી. સેના માટે હાઈ મોબિલિટી વાહનો, સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેક્ડ ગન સિસ્ટમ, એર ડિફેન્સ સિસ્ટમ અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ખરીદવામાં આવશે. નૌસેના અને વાયુસેના માટે પણ અનેક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ, હેલિકોપ્ટર, રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને મંજૂરી મળી છે. ભારતીય સેના માટે ખરીદી સંરક્ષણ મંત્રાલય અનુસાર, ભારતીય સેના માટે હાઈ મોબિલિટી વાહનો અને સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેક્ડ ગન સિસ્ટમ ખરીદવામાં આવશે. લાઈટ મલ્ટી-રોલ હેલિકોપ્ટર (LMRH)ની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, સેના માટે વેરી શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ અને કાઉન્ટર અનમૅન્ડ એરિયલ સિસ્ટમ (C-UAS) ખરીદવામાં આવશે. DACએ સેનાના માટે અન્ય અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ અને સર્વેલન્સ અનમેન્ડ એરિયલ વ્હીકલ્સની ખરીદીને પણ મંજૂરી આપી. ઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ એન્ડ સ્ટ્રાઈક સિસ્ટમ અને લાંબા અંતરની કામિકાઝે ડ્રોન સિસ્ટમ્સ પણ તેમાં સામેલ છે. નૌકાદળ અને વાયુસેના માટે મંજૂરી ભારતીય નૌકાદળ માટે એક્ટિવ ઑફબોર્ડ ડિકોય સિસ્ટમ (AODS) અને અન્ય મોટા નૌકાદળ પ્લેટફોર્મ્સ ખરીદવામાં આવશે. ભારતીય વાયુસેના માટે હેલિકોપ્ટર, એર ડિફેન્સ સિસ્ટમ અને રડારની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan