Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે PSIનું મિસ ફાયરિંગ:પાણીના કેરબા સાથે અથડાઈને ગોળી લારીચાલકને વાગી, હોસ્પિટલમાં સારવાર હેઠળ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 8 views
સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે PSIનું મિસ ફાયરિંગ:પાણીના કેરબા સાથે અથડાઈને ગોળી લારીચાલકને વાગી, હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પી.એસ. મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, તે દરમિયાન મિસ ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી સામે પડેલા પ્લાસ્ટિકના પાણીના કેરબા સાથે અથડાઈને (રિવર્સ) થઈ નજીક ઊભેલા એક નિર્દોષ લારીચાલકને વાગી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના પરિસરમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. સફાઈ દરમિયાન અચાનક ટ્રીગર દબાતાં સર્જાયો અકસ્માત કાપોદ્રા વિસ્તારમાં બનેલી આ ઘટનાની વિગતો મુજબ PSI મકવાણા પોતાના હથિયારની નિયમિત સફાઈ કરી રહ્યા હતા ત્યારે અણધાર્યા સંજોગોમાં ગોળી છૂટી ગઈ હતી. ગોળી સીધી સામે રાખેલા પાણીના પ્લાસ્ટિકના કેરબા સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યાંથી દિશા બદલીને રિવર્સ થતાં બાજુમાં હાજર લારીચાલકને વાગી હતી. અણધારી બનેલી આ દુર્ઘટનામાં લારીચાલક લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. PSI તાત્કાલિક ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા ઘટના બનતાં જ PSI મકવાણાએ ક્ષણની પણ રાહ જોયા વગર લોહીલુહાણ હાલતમાં પડેલા ઈજાગ્રસ્ત લારીચાલકને પોતાના વાહનમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan