Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

'સ્થાયી સમિતિના સભ્યો પઠાણ બંધુ બની ગયા છે':યુસુફ પઠાણને મફતમાં પ્લોટ આપવાના નિર્ણય સામે વડોદરામાં કોંગ્રેસ લાલઘૂમ, દરખાસ્ત રદ કરવા મોરચો માંડ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
'સ્થાયી સમિતિના સભ્યો પઠાણ બંધુ બની ગયા છે':યુસુફ પઠાણને મફતમાં પ્લોટ આપવાના નિર્ણય સામે વડોદરામાં કોંગ્રેસ લાલઘૂમ, દરખાસ્ત રદ કરવા મોરચો માંડ્યો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને ભેટ સ્વરૂપે કિંમતી પ્લોટ ફાળવવાના નિર્ણય સામે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આ વિવાદાસ્પદ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે રજૂઆત કરી હતી કે, ભલે સ્થાયી સમિતિ દ્વારા આ પ્લોટ ભેટ આપવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી હોય પરંતુ, મ્યુનિસિપલ કમિશનરે પોતાના બંધારણીય વીટો પાવરનો ઉપયોગ કરીને આ દરખાસ્તને આગામી સામાન્ય સભામાં રજૂ થતી અટકાવવી જોઈએ. 'યુસુફ પઠાણ પોતે જંત્રી ચૂકવવા તૈયાર હતા તો પછી જમીન ભેટ કેમ આપી?' આવેદનપત્ર પાઠવતી વખતે કોંગ્રેસના નેતાઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, ખુદ યુસુફ પઠાણ જંત્રીના દર પ્રમાણે પ્લોટની નિયત રકમ ચૂકવવા તૈયાર હતા, તો પછી મહાનગરપાલિકાના શાસકોને આ જમીન ભેટ સ્વરૂપે લહાણી કરવાની જરૂર શા માટે પડી? કોંગ્રેસે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પાલિકાએ પ્રજાના પૈસે આવી મોંઘી ભેટો આપવાને બદલે શહેરના ગરીબો, આવાસ વિહોણા લોકો અથવા દેશ માટે શહાદત વહોરનાર શહીદોના પરિવારોને પ્લોટ ફાળવવા જોઈએ. જે વ્યક્તિ આર્થિક રીતે સંપૂર્ણ સક્ષમ છે અને નાણાં ચૂકવી શકે તેમ છે, તેમને મફતમાં પ્લોટ આપવાનો કોઈ તર્ક નથી. 'સ્થાયી સમિતિના સભ્યો પઠાણ બંધુ બની ગયા છે': કોંગ્રેસ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણી સભ્ય આશિષ જોષીએ ભાજપ શાસિત પાલિકાની સ્થાયી સમિતિ પર આકરા ચાબખા મારતાં જણાવ્યું હતું કે સ્થાયી સમિતિના તમામ સભ્યો જાણે 'પઠાણ બંધુ' બની ગયા હોય એવો પક્ષપાતી વ્યવહાર કરી રહ્યા છે. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં માગણી દોહરાવી છે કે શહેરીજનોના પરસેવાની કમાણીના કરવેરાના નાણાં અને પાલિકાની કિંમતી જમીનોનો આ પ્રકારે ખુલ્લેઆમ દુરુપયોગ તાત્કાલિક બંધ થવો જોઈએ અને આ વિવાદાસ્પદ દરખાસ્ત કાયમી ધોરણે રદ થવી જોઈએ. ડોર ટુ ડોર કચરાની ગાડીઓ પર લગામ કસવા માગ આ આવેદનપત્રમાં કોંગ્રેસે શહેરમાં બેફામ દોડતા ડોર ટુ ડોર વાહનોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તાજેતરમાં જ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીની અડફેટે એક નિર્દોષ નાગરિકનું મોત નીપજ્યું હતું. કોંગ્રેસે જણાવ્યું હતું કે, વારંવાર આવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાય છે, જેમાં મોટાભાગે ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોતું નથી, સગીર કે નાની ઉંમરના છોકરાઓ ગાડી ચલાવતા હોય છે અને તેઓ નશાની હાલતમાં હોવાની ફરિયાદો પણ ઉઠતી રહે છે. તંત્ર દ્વારા વારંવાર આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી હવે સીધા જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan