Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સ્ટેન્ડિંગ કમિટીમાં 9 વોર્ડના કામોને મંજૂરી:રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષો બાદ વોર્ડ સમિતિઓ સક્રિય કરાઈ; મિલકતોના ડેટા અપડેટ કરવા અધિકારી તમારા ઘરે આવશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 25, 2026 👁 1 views
સ્ટેન્ડિંગ કમિટીમાં 9 વોર્ડના કામોને મંજૂરી:રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષો બાદ વોર્ડ સમિતિઓ સક્રિય કરાઈ; મિલકતોના ડેટા અપડેટ કરવા અધિકારી તમારા ઘરે આવશે
રાજકોટ મનપામાં જીપીએમસી એકટ મુજબ અમલમાં રહેલી વોર્ડ સમિતિઓને લાંબી ચર્ચાઓ બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. મેયર નેહલ શુકલ અને ચેરમેન પરેશ પીપળીયા દ્વારા હવે વોર્ડ કક્ષાએથી નાગરિકો અને નગરસેવકો દ્વારા રજૂ થતા પ્રાથમિક સુવિધાના કામો સીધા સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થશે. નવી વ્યવસ્થા મુજબ દર મહિનાની 1 થી 18 તારીખ દરમિયાન સંબંધિત વોર્ડ ઓફિસે મીટિંગ યોજાશે, જેના રોજકામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. આજરોજ યોજાયેલી બેઠકમાં વોર્ડ નં. 5, 8, 10, 11, 12, 13, 15, 17 અને 18ના રોજકામ ધ્યાને લઈ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં રસ્તા, ગટર, પાણી, લાઈટ, સ્વચ્છતા અને દબાણ દૂર કરવા જેવા વિવિધ પ્રાથમિક સુવિધાઓના કામોને અગ્રતા આપવામાં આવી છે. વોર્ડ નં. 5માં આરસીસી અને પેવર બ્લોક, વોર્ડ નં. 8માં ટ્રાફિક તથા દબાણ, વોર્ડ નં. 10માં નવી મુખ્ય વોર્ડ ઓફિસ તથા પાઈપલાઈન, વોર્ડ નં. 11માં પાણી અને વોંકળાની દીવાલ, વોર્ડ નં. 12માં ન્યુસન્સ પોઈન્ટ અને ગેરકાયદે બાંધકામ, વોર્ડ નં. 13માં લાઈબ્રેરી- સર્કલ ડેવલપમેન્ટ અને વોર્ડ નં. 18માં બ્રિજ પહોળો કરવા તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંગે રજૂઆતો થઈ હતી. ચેરમેને તમામ દરખાસ્તો મંજૂર કરી અધિકારીઓને પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા સૂચના આપી છે. સોમવારથી તમામ 18 વોર્ડમાં મિલકતોના ડેટા અપડેટ કરવા ડોર-ટુ-ડોર સર્વે શરૂ થશે રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાંચ દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં આવેલી મિલકતોનો ડેટાબેઝ અદ્યતન કરવા માટે એક ખાનગી એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આવતા સોમવાર, તા. 28થી શરૂ થનારા સર્વે દરમિયાન એજન્સીની ટીમો ઘરે-ઘરે જઈ મિલકતોનું જીઓ-ટેગિંગ, સરનામું, મિલકતધારકનો મોબાઈલ નંબર અને વોટર કનેક્શન જેવી વિગતો મોબાઈલ એપ્લિકેશન મારફતે અપડેટ કરશે. કામગીરી માટે સર્વેયરને મનપાના સિક્કા અને QR કોડવાળું વિશેષ આઈ-કાર્ડ આપવામાં આવ્યું છે, જેને સ્કેન કરીને તથા મનપાની વેબસાઈટ પરથી કર્મચારીની ઓળખ ચકાસી શકાશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે આ સર્વે માત્ર રેકોર્ડ અપડેટ કરવા માટે છે. સર્વે કરનાર કર્મચારીને વેરો ઉઘરાવવાની કે આકારણી બદલવાની કોઈ સત્તા નથી. નાગરિકોએ કોઈ પણ બેંક ડિટેઈલ, OTP કે નાણાકીય વ્યવહાર કરવાનો રહેશે નહીં. આઈ-કાર્ડ વગરના વ્યક્તિને પ્રવેશ ન આપવા અને કોઈ શંકાસ્પદ જણાતા કોલ સેન્ટર નંબર 155304 પર સંપર્ક કરવા લોકોને અનુરોધ કરાયો છે. રાજકોટમાં અશાંત ધારાની અરજીઓના ઝડપી નિકાલ માટે રેવન્યુ બારની પ્રાંત અધિકારીને રજૂઆત રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા અશાંત ધારા હેઠળની મિલકત સંબંધિત અરજીઓના નિકાલમાં થતા વિલંબ અને અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે પ્રાંત અધિકારીને રૂબરૂ મળી વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. અશાંત ધારા હેઠળ મિલકતના વેચાણ માટે કરાતી અરજીઓના સમયસર નિર્ણય ન થવાથી અરજદારો અને વકીલોને અનેક વ્યવહારુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એસો.ના હોદ્દેદારોએ બેઠક યોજી પ્રક્રિયાને વધુ સરળ અને સમયબદ્ધ બનાવવાની માંગ કરી હતી. પ્રતિનિધિઓએ જરૂરી દસ્તાવેજોની તપાસ, સુનાવણી અને પ્રક્રિયામાં થતા વિલંબ અંગે રજૂઆત કરી તેના ઝડપી નિકાલ માટે વ્યવહારુ સૂચનો આપ્યા હતા. પ્રાંત અધિકારીએ રજૂઆતને હકારાત્મક રીતે સાંભળી અરજીઓનો વહેલી તકે નિર્ણય થાય તે માટે યોગ્ય પગલાં ભરવાની અને પ્રક્રિયાને અસરકારક બનાવવાની ખાતરી આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 90 અધ્યાપકોની ભરતી થશે, એકેડમિક કાઉન્સિલ બેઠકમાં કેન્સર કોર્સને બહાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલની બેઠકમાં શિક્ષણ અને યુનિવર્સિટીના સુચારુ સંચાલનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્યને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી 90 જેટલા અધ્યાપકોની નવી ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્યમાં મોટી મદદ મળશે. આ ઉપરાંત, આરોગ્ય અને તબીબી શિક્ષણના ક્ષેત્રમાં નવો આયામ ઉમેરતા કેન્સર સંબંધિત નવા કોર્સને પણ બેઠકમાં સત્તાવાર બહાલી આપી દેવામાં આવી છે. બેઠકમાં આગામી આયોજન અંગે ચર્ચા કરતા યુનિવર્સિટીના 61 મા યુવક મહોત્સવનું નામાભિધાન કરીને તેને 'હિરક સ્પંદન' નામ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા. 9થી 11 ઓક્ટો. દરમિયાન આયોજીત યુવક મહોત્સવમાં કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય વિભાગની 33 જેટલી વિવિધ ઈવેન્ટ્સ યોજાશે. જોકે, સંલગ્ન 5 જિલ્લાની 286 માંથી માત્ર 67 કોલેજોએ જ ભાગ લેવા માટે એન્ટ્રી નોંધાવી હોવાથી યુનિવર્સિટી દ્વારા રજીસ્ટ્રેશનની તારીખ 25 સપ્ટેમ્બરથી લંબાવીને 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. આ મહોત્સવમાં વિજેતા સ્પર્ધકોને અનુક્રમે રૂ. 2500, રૂ. 1500 અને રૂ. 1000 ના રોકડ પુરસ્કાર, શીલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan