Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુખપુરમાં સાસુ, પુત્ર અને પુત્રવધૂએ કરેલી ઘરફોડ ચોરી પકડાઈ:ભેસાણ પોલીસે સુખપુર ગામે થયેલી ચોરીનો ગુનો ઉકેલી સાસુ, દીકરા અને વહુની ત્રિપુટીને રૂ. 3.85 લાખના સોના-ચાંદીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 18, 2026 👁 3 views
સુખપુરમાં સાસુ, પુત્ર અને પુત્રવધૂએ કરેલી ઘરફોડ ચોરી પકડાઈ:ભેસાણ પોલીસે સુખપુર ગામે થયેલી ચોરીનો ગુનો ઉકેલી સાસુ, દીકરા અને વહુની ત્રિપુટીને રૂ. 3.85 લાખના સોના-ચાંદીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
​જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સુખપુર ગામે તાજેતરમાં થયેલી રૂ. 3.85 લાખના સોના-ચાંદીના દાગીનાની સનસનાટીભરી ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે ગણતરીના દિવસોમાં જ સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. સુખપુર ગામના રહેવાસી મયૂરભાઈ દિલસુખભાઈ પટોળીયાના બંધ મકાનને નિશાન બનાવીને ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અજાણ્યા તસ્કરોએ બંધ મકાનની જાળીની લોખંડની પટ્ટીઓ ઉચકાવીને મકાનની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમમાં રાખેલા કિંમતી પેટારાનો નકુચો તોડી તેમાં રાખેલા સોનાનો હાર, સોનાનો ચેઇન, સોનાની રાણી માળા, સોનાની વીંટીઓ તથા ચાંદીનો કંદોરો અને દુકાનનો દસ્તાવેજ મળી કુલ રૂ. 3,85,000 ની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ​આ બનાવ અંગે મકાન માલિકની ફરિયાદના આધારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન.એન. તળાવીયાના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ તપાસ ટીમો બનાવી ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ખાનગી બાતમીદારો પાસેથી મળેલી સચોટ હકીકત તેમજ ટેક્નિકલ સોસના આધારે ભેસાણ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ગુનો આચરનાર તમામ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. ​પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં કોઈ બહારની ભટકતી કે રીઢા ચોરોની ગેંગ નહીં પરંતુ એક જ પરિવારના સભ્યોએ ભેગા મળીને આ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મેંદપરા ગામે નદીના સામા કાંઠે રહેતા ગોપાલ ગભરૂભાઈ વાડોદરીયા, તેની પત્ની લતાબેન ગોપાલભાઈ વાડોદરીયા અને ગોપાલની માતા મંજુબેન ગભરૂભાઈ વાડોદરીયાની અટકાયત કરી હતી. આ કિસ્સામાં સગા સાસુ મંજુબેન, તેમનો પુત્ર ગોપાલ અને પુત્રવધૂ લતાબેન એ ત્રણેય સાસુ, દીકરા અને વહુની ત્રિપુટીએ સાથે મળીને સુખપુરના બંધ મકાનમાં ઘરફોડ ચોરીનું આયોજન કર્યું હતું. ​ભેસાણ પોલીસે ચોરી કરનાર સાસુ, પુત્ર અને પુત્રવધૂની ત્રણેય આરોપી ત્રિપુટીની ધરપકડ કરી તેમની કડક પૂછપરછ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો હાર, સોનાનો ચેન, સોનાની રાણી માળા, સોનાની વીંટીઓ તથા ચાંદીનો કંદોરો મળીને કુલ રૂપિયા 3.85,000 ની કિંમતનો ૧૦૦ ટકા સોના-ચાંદીનો મુદ્દામાલ રીકવર કરી લીધો છે.સાસુ, દીકરા અને વહુની ત્રિપુટી દ્વારા આચરવામાં આવેલી આ ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે પર્દાફાશ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan