Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surat: ઉધનામાં 1 વર્ષથી સીલ કરાયેલા AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો, ડાયરીમાં મળેલા નામથી પોલીસ તપાસ શરુ

📰 Sandesh 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
Surat: ઉધનામાં 1 વર્ષથી સીલ કરાયેલા AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો, ડાયરીમાં મળેલા નામથી પોલીસ તપાસ શરુ
સુરત શહેરના ઉધના-નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામે આવેલું 'એપી માર્કેટ' (AP Market) એકાદ વર્ષ પહેલાં બનેલી એક દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરીત જાહેર કરીને સીલ કરવામાં આવ્યું હતું. આ સીલબંધ અને બિનવારસી ઇમારતમાંથી અચાનક એક માનવ કંકાલ મળી આવતાં ભારે ચકચાર જાગી છે. ઉધનાના 1 વર્ષથી સીલ AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો ઘટના અંગેની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત ક્રાઇમ સીન સીલ કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતોને સાથે રાખીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસને કંકાલની આસપાસથી એક બેગ પણ મળી આવી છે. આ બેગની તલાશી લેતાં તેમાંથી એક ચોપડો/બુક મળી આવી હતી, જેમાં "મારું નામ સચિન રાજુ ડાભેલ" લખેલું વાંચવા મળ્યું છે. આ નામ સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરના તમામ પોલીસ મથકોમાં 'સચિન રાજુ ડાભેલ' નામના કોઈ વ્યક્તિ ગુમ થયાની (મિસીંગ) ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરી છે. મળેલી ડાયરીમાં લખ્યું છે સચિન રાજુ ડાભેલ માનવ કંકાલ કેટલો સમય જૂનો છે, તે પુરુષનો છે કે સ્ત્રીનો, અને મૃત્યુ કુદરતી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે તમામ બાબતો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.બંધ અને સીલ કરાયેલી ઇમારતમાં આ વ્યક્તિ કેવી રીતે પહોંચી તે અંગે પણ સવાલો ઉભા થયા છે. ઉધના પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી, ડાયરીના આધારે પરિવારજનોની શોધખોળ અને ડીએનએ (DNA) સેમ્પલિંગ સહિતની કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે. આ પણ વાંચો: Dhanera: પેગિયા ગામે ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધર્મ પરિવર્તનનો ગંભીર આક્ષેપ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan