Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Surat: શેરબજારમાં રોકાણના નામે અડાજણના એન્જિનિયર સાથે રૂ. 13.10 લાખની ઠગાઈ

📰 Sandesh 🕐 1 min read 📅 August 30, 2026 👁 3 views
Surat: શેરબજારમાં રોકાણના નામે અડાજણના એન્જિનિયર સાથે રૂ. 13.10 લાખની ઠગાઈ
સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે અડાજણ વિસ્તારમાં રહેતા એક એન્જિનિયર યુવક સાયબર ઠગોની જાળમાં ફસાયો છે. સાયબર માફિયાઓએ એન્જિનિયર યુવકનો સંપર્ક કરી તેને શેરબજારમાં રોકાણ કરવાની સ્કીમ બતાવી હતી. ઠગોએ યુવકને વિશ્વાસમાં લીધો હતો કે જો તે શેરબજારમાં નાણાં રોકશે તો તેને દર મહિને 5 ટકા સુધીનો ચોક્કસ નફો (વળતર) મળશે. એન્જિનિયર યુવક સાથે રૂ. 13.10 લાખની સાયબર ઠગાઈ લોભામણી વાતોમાં આવી જઈને એન્જિનિયર યુવકે શરૂઆતમાં નાની રકમ રોકી હતી. ત્યારબાદ વધુ વળતર મેળવવાની લાલચમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 13.10 લાખ સાયબર માફિયાઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.જ્યારે યુવકે પોતાના રોકેલા નાણાં અને નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને અલગ-અલગ ટેક્સ અને ચાર્જના નામે વધુ રૂપિયા ભરવા જણાવવામાં આવ્યું હતું. શેરબજારમાં 5 ટકા વળતરની લાલચ આપી આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં એન્જિનિયરે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.પોલીસે એન્જિનિયર યુવકની ફરિયાદના આધારે સાયબર ઠગાઈનો અતિ ગંભીર ગુનો નોંધી જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના ડેટા અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો: Gandhinagr: રાંદેસણમાં દેશની સૌથી મોટી લાયબ્રેરી બનશે, રૂ. 100 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan