Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Surat: ભાજપ નેતા મુકેશ ગુજરાતીની વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝા સામે બેફામ ટિપ્પણી, ફેસબુક પર આપત્તિજનક પોસ્ટથી વિવાદ

📰 Sandesh 🕐 1 min read 📅 August 19, 2026 👁 6 views
Surat: ભાજપ નેતા મુકેશ ગુજરાતીની વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝા સામે બેફામ ટિપ્પણી, ફેસબુક પર આપત્તિજનક પોસ્ટથી વિવાદ
સુરતના ભાજપના નેતા મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયા પર મર્યાદાની તમામ સીમાઓ વટાવીને ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ અને પૂર્વ બાર એસોસિએશન પ્રમુખ યતીન ઓઝા વિરુદ્ધ ફેસબુક પર અત્યંત એલફેલ અને વિવાદિત લખાણ પોસ્ટ કર્યું છે. મુકેશ ગુજરાતીએ પોતાની પોસ્ટમાં યતીન ઓઝાની સરખામણી શ્વાન સાથે કરી હતી અને તેમને પગ નીચે કચડી નાખવાની ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. સુરત ભાજપમાં મોટો વિવાદ એટલું જ નહીં, મુકેશ ગુજરાતીએ ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડતા જજ વિરુદ્ધ પણ ટિપ્પણીઓ કરી હોવાનું સામે આવ્યું છે. જજ અને ન્યાયપ્રણાલી વિરુદ્ધ વાંધાજનક લખાણ લખવા બદલ હવે તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (અદાલતી અવમાનના) ની અરજી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. મુકેશ ગુજરાતીની આ બેફામ ટિપ્પણી બાદ વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝા પણ મૌન રહ્યા નહોતા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જ ભાજપ નેતા પર આકરો પ્રહાર કર્યો હતો. જજ વિરુદ્ધ પોસ્ટ કરવા બદલ કન્ટેમ્પ્ટ અરજીનો ઠરાવ યતીન ઓઝાએ પોતાની પોસ્ટમાં વળતો પ્રહાર કરતાં લખ્યું હતું કે, "મુકેશ ગુજરાતીમાં ગુજરાત હાઈકોર્ટના પટાવાળા બનવાની પણ તાકાત કે લાયકાત નથી."ન્યાયાધીશ સામે કરાયેલી અભદ્ર ટિપ્પણીને કાયદાકીય રીતે ગંભીર ગણાવીને વકીલ મંડળો દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.જજ વિરુદ્ધની પોસ્ટ મામલે કન્ટેમ્પ્ટ અરજીની તૈયારીઓ થઈ રહી હોવાથી આગામી દિવસોમાં મુકેશ ગુજરાતી સામે કાનૂની નોટિસ અને કોર્ટ કાર્યવાહીનો શિકાર બનવું પડી શકે છે. આ પણ વાંચો: Sabarkantha: બાળ તસ્કરી કેસના માસ્ટરમાઇન્ડ સીતારામ અને કવિતા મુંબઈથી ઝડપાયા, 12 બાળકો વેચ્યાનો એકરાર
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan