Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Surat : સાયણ સુગર મીલમાં ‘મેન્ડેટ’ સામે ખેડૂતોનો બળવો, 4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણી

📰 Sandesh 🕐 1 min read 📅 September 1, 2026 👁 5 views
Surat : સાયણ સુગર મીલમાં ‘મેન્ડેટ’ સામે ખેડૂતોનો બળવો, 4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણી
સુરત જિલ્લાના સાયણ સુગર મીલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી ચૂંટણીને લઈને વિવાદ ગરમાયો છે. ચૂંટણીમાં રાજકીય મેન્ડેટ પ્રથાનો વિરોધ કરતા ખેડૂત સભાસદો મેદાને ઉતર્યા છે. આજે સાયણ સુગર મીલના કંપાઉન્ડમાં ખેડૂતો અને સભાસદોની બેઠક મળી હતી, જેમાં “સુગર મીલ બચાવો, મેન્ડેટ ભગાવો”ના નારા ગુંજી ઉઠ્યા હતા. 4 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે ઓલપાડ પ્રાંત દ્વારા આગામી 4 સપ્ટેમ્બરે સાયણ સુગર મીલના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે ખેડૂત સભાસદોએ આ ચૂંટણી ભાજપના મેન્ડેટના આધારે નહીં, પરંતુ સહકારી ધોરણે યોજવાની માંગ કરી છે. મેન્ડેટ નહીં, સહકારી ધોરણે ચૂંટણીની માંગ ખેડૂત સભાસદોનું કહેવું છે કે સુગર મીલ એક સહકારી સંસ્થા હોવાથી તેની ચૂંટણી પણ સહકારી સિદ્ધાંતો અને નિયમો અનુસાર થવી જોઈએ. રાજકીય પક્ષના મેન્ડેટના આધારે ચૂંટણી યોજવાથી સંસ્થાની સ્વતંત્રતા અને લોકશાહી પ્રક્રિયા પર અસર થઈ શકે છે. મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા ચૂંટણી અધિકારી અને સાયણ સુગર મીલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. ખેડૂતોના હિત અને સંસ્થાના સારા વહીવટ માટે નિયમ મુજબ ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પારદર્શક અને લોકશાહી ચૂંટણીની માંગ ખેડૂત સભાસદોએ મેન્ડેટ પ્રથા વિના પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી ચૂંટણી યોજવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી સભાસદોના મત અને સહકારી ધોરણોના આધારે થવી જોઈએ. 4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણી ખેડૂતોએ આગામી 4 સપ્ટેમ્બરે મેન્ડેટ લાવનારાઓનો વિરોધ કરવાની ચેતવણી આપી છે. વિરોધ કરી રહેલા ખેડૂત સભાસદોએ એકસુરે જણાવ્યું છે કે મેન્ડેટ પ્રથાનો વિરોધ કરવામાં આવશે અને જરૂર પડશે તો સુગર મીલમાં પ્રવેશ સામે પણ વિરોધ નોંધાવવામાં આવશે. આ પણ વાંચો : Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan