Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

Surat : નકલી તબીબના સન્માનનો વિવાદ, મંત્રીએ કહ્યું, ફોટો પડાવવાથી મુક્તિ નહીં મળે, ખોટું કરનાર કોઈ નહીં બચે

📰 Sandesh 🕐 1 min read 📅 October 29, 2026 👁 3 views
Surat : નકલી તબીબના સન્માનનો વિવાદ, મંત્રીએ કહ્યું, ફોટો પડાવવાથી મુક્તિ નહીં મળે, ખોટું કરનાર કોઈ નહીં બચે
સુરત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ યોજાયેલા વંદે આયુકોન-3 કાર્યક્રમમાં એક બોગસ ડોક્ટરનું રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે સન્માન થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ બનાવને પગલે 57થી વધુ ડિગ્રીધારી આયુર્વેદિક તબીબોએ ઉગ્ર વિરોધ નોંધાવી દિલ્હી ખાતે NCISMમાં લેખિત ફરિયાદ કરી છે, જ્યારે મંત્રીએ ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ભેજાબાજ બોગસ ડોક્ટરે મંત્રીના હાથે સન્માન મેળવ્યું હતું સુરતમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા અને તેને આગળ ધપાવવાના હેતુ સાથે વંદે આયુકોન-3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમારોહ સુરત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સંપન્ન થયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ ભવ્ય કાર્યક્રમમાં એક ભેજાબાજ બોગસ ડોક્ટરે આયોજકોને ગેરમાર્ગે દોરીને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે સન્માન મેળવી લીધું હતું. નવસારી SOG દ્વારા નકલી તબીબ તરીકે ઝડપી લેવાયો હતો આ સન્માન સમારોહ દરમિયાન મંત્રી સાથેના બોગસ ડોક્ટરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી હતી. ચોંકાવનારી વિગત એવી સામે આવી છે કે સન્માનિત થયેલા આ કહેવાતા ડોક્ટરને ભૂતકાળમાં નવસારી SOG દ્વારા નકલી તબીબ તરીકે ઝડપી પાડવામાં આવ્યો હતો 57થી વધુ સાચા ડિગ્રીધારી આયુર્વેદિક તબીબોમાં ભારે આક્રોશ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સનું સન્માન થતાં 57થી વધુ સાચા ડિગ્રીધારી આયુર્વેદિક તબીબોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને તેમણે સંયુક્ત સહીઓ કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ તબીબોએ સમગ્ર મામલે દિલ્હી સ્થિત નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)માં સત્તાવાર લેખિત ફરિયાદ પણ નોંધાવી છે. કોઈ બદમાશે સંસ્થા અને લોકોને ગેરમાર્ગે દોર્યા આ ગંભીર વિવાદ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ બાબત મીડિયાના માધ્યમથી તેમના ધ્યાને આવી છે. તેમણે ખુલાસો કર્યો હતો કે ચેમ્બર ઓફ કોમર્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આયુર્વેદના વિકાસ માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોઈ બદમાશે સંસ્થા અને લોકોને ગેરમાર્ગે દોરીને સન્માન મેળવી લીધું હતું. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ જાહેર જીવનમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપતા હોવાથી દરેક વ્યક્તિથી પરિચિત હોવું શક્ય નથી. આ બદમાશ સામે કડક કાર્યવાહી થશે અમારી સાથે ફોટો પડાવવાનો કે મંચ પર ઉપસ્થિત રહેવાનો અર્થ એવો ક્યારેય નથી થતો કે તે વ્યક્તિને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ મળી જશે. જે કોઈ વ્યક્તિ સમાજ કે કાયદા વિરુદ્ધ જઈને ખોટું કામ કરશે તે ચોક્કસપણે દંડાશે જ. સંસ્થાને અંધારામાં રાખીને સન્માન સ્વીકારનાર આ બદમાશ સામે કડક કાર્યવાહી થશે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan