crime
Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ, 2 લોકોનું સલામત રેસ્ક્યૂ
ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા આંજણાફાર્મ ખાતે એક ટેક્સટાઇલ યુનિટમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. આંજણાફાર્મમાં આવેલા જય નારાયણ ખાતા નંબર 38 નામના લુમ્સના ખાતા અને તેને સંલગ્ન કાપડના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કાપડનો વિપુલ જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે સમગ્ર પરિસરને લપેટમાં લઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પુણા આંજણાફાર્મમાં ભીષણ આગ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક આંકલન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ હોનારત સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને કોલ મળતા જ લશ્કરની ગાડીઓ અને જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગોડાઉનની અંદર બે લોકો ફસાઈ ગયા હોવાની જાણ થતાં જ ફાયરના જવાનોએ વહેલી તકે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. ફાયર બ્રિગેડે ગોડાઉનમાં ફસાયેલા 2 લોકોને ઉગાર્યા ફેક્ટરી પર પતરાનો ગેરકાયદેસર શેડ બનાવેલો હોવાથી અંદર પાણીનો મારો ચલાવવામાં અને ધુમાડો બહાર કાઢવામાં ફાયર ફાઇટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કલાકોની ભારે જહમત બાદ ફાયરે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રહેલો તમામ કાપડનો સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી મોટા આર્થિક નુકસાનની ભીતિ છે. જોકે, બે લોકોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાની ટળી છે. આ પણ વાંચો: Ambaji: રાજુલાના માઇભક્તે મા અંબાના ચરણોમાં 82,800ની ચાંદીની પાદુકા અર્પણ કરી
Read full article on Sandesh