Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Surat: વરાછા બી ઝોનમાં કચરા કૌભાંડની આશંકા, ગાર્ડન વેસ્ટ સળગાવતાં ભીષણ આગ

📰 Sandesh 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
Surat: વરાછા બી ઝોનમાં કચરા કૌભાંડની આશંકા, ગાર્ડન વેસ્ટ સળગાવતાં ભીષણ આગ
સુરત મહાનગરપાલિકાના વરાછા બી ઝોનમાં ગાર્ડન વેસ્ટના નિકાલને લઈને ગંભીર બેદરકારી સામે આવી હોવાની ફરિયાદ ઉઠી છે. મોટા વરાછાના દુખિયાના દરબાર રોડ પર ગાર્ડન વેસ્ટનો મોટો જથ્થો એક જગ્યાએ ભેગો કરવામાં આવી રહ્યો છે. આ કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે તેને સળગાવીને નિકાલ કરવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 2 મહિનામાં આ સ્થળે 3થી 4 વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. દુખિયાના દરબાર રોડ પર કચરાનો મોટો જથ્થો મોટા વરાછાના દુખિયાના દરબાર રોડ પર આવેલા ગ્રાઉન્ડમાં ગાર્ડન વેસ્ટનો મોટો જથ્થો એકત્ર કરવામાં આવે છે. અહીં મોટા પ્રમાણમાં કચરો ભેગો થતો હોવાથી આગ લાગવાની ઘટનાઓ બની રહી હોવાનું સામે આવ્યું છે. કચરાના નિકાલની કામગીરી સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. 2 મહિનામાં 3થી 4 વખત આગ છેલ્લા 2 મહિનામાં આ સ્થળે 3થી 4 વખત કચરામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગત રાત્રે પણ ગાર્ડન વેસ્ટમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે ફાયર વિભાગને સ્થળ પર કામગીરી કરવાની ફરજ પડી હતી. આખી રાત ફાયર ફાઈટિંગ ગત રાત્રે લાગેલી ભીષણ આગ બાદ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. આખી રાત ફાયર ફાઈટિંગ કરવામાં આવી હતી. સવારે પણ સ્થળ પર કૂલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ ગાર્ડન વેસ્ટના યોગ્ય નિકાલના બદલે તેને સળગાવીને નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની આશંકાને પગલે કચરા નિકાલની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. કચરાના નિકાલમાં બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર સામે સવાલો સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિધિ સીવાચના વરાછા બી ઝોનમાં જ આ પ્રકારની સ્થિતિ સામે આવતાં કચરા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સવાલ એ છે કે ગાર્ડન વેસ્ટનો નિકાલ સળગાવીને કેમ કરવામાં આવી રહ્યો છે? આ ઘટનાને લઈને ડેપ્યુટી કમિશનર કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan