Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surat: ડૉલર ટ્રેડિંગના નામે કરોડોની ઠગાઈ આચરનાર ચેન્નઈથી પકડાયો, વેસુના વેપારી સાથે રૂ. 1.52 કરોડની ઠગાઈ

📰 Sandesh 🕐 1 min read 📅 August 24, 2026 👁 2 views
Surat: ડૉલર ટ્રેડિંગના નામે કરોડોની ઠગાઈ આચરનાર ચેન્નઈથી પકડાયો, વેસુના વેપારી સાથે રૂ. 1.52 કરોડની ઠગાઈ
સુરત શહેરના ઉચ્ચ ભ્રૂણ વિસ્તાર એવા વેસુમાં રહેતા એક વ્યક્તિને ડૉલરમાં રોકાણ કરવા અને ટ્રેડિંગ મારફતે ટૂંકા સમયમાં ઊંચું વળતર આપવાની મોટી લાલચ આપવામાં આવી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં કટકે-કટકે કુલ રૂપિયા 1.52 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. નાણાં મેળવી લીધા બાદ આરોપી અચાનક સંપર્ક વિહોણો થઈ ગયો હતો. દેશભરમાં 113 ફરિયાદો અને 33.14 કરોડનું કૌભાંડ પોતાની સાથે મોટું સાયબર ફ્રોડ થયું હોવાનો અહેસાસ થતાં પીડિતે સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને તપાસ હાથ ધરી હતી, જેમાં અગાઉ 4 સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર લવલી અરોરા સતત લોકેશન બદલીને પોલીસને છાપરે ચડાવતો હતો અને 12 વખત દુબઈ પણ ભાગી ચૂક્યો હતો.સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ગુપ્ત બાતમીના આધારે ચેન્નઈ ખાતે દરોડો પાડ્યો હતો. આરોપી પોલીસને ઓળખી ન જાય તે માટે ટીમે વેશપલટો કરીને લવલી અરોરાને સકંજામાં લીધો હતો. આરોપી પાસેથી 14 મોબાઈલ ફોન અને 3 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. 12 વખત દુબઈ ભાગી ચૂકેલો આરોપી આખરે જેલભેગો આરોપીના 34 જેટલા બેંક ખાતાઓની તપાસ કરતાં આખા દેશમાં તેના વિરુદ્ધ 113 સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું અને કુલ રૂ. 33.14કરોડનું ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી જોબ પોર્ટલ Naukri.com પરથી નોકરી વાંચ્છુઓનો ડેટા મેળવીને વર્ક ફ્રોમ હોમ કે સારી નોકરી અપાવવાની લાલચ આપતો હતો. નોકરીના બહાને તેણે દેશભરના 750થી વધુ બેરોજગારો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે રૂ. 35 લાખ સેરવી લીધા હતા. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેની સાથે જોડાયેલા અન્ય આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય તાર શોધવા આગળની તપાસ તેજ કરી છે. આ પણ વાંચો: Vadodara: ડભોઇના ભીલાપુરમાં ફેસબુક કોમેન્ટ મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે લોહીયાળ મારામારી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan