crime
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
સુરતમાં એક જ પરિવારના પાંચ સભ્યોને થઈ ફુડ પોઈઝનિંગની ગંભીર અસર.. જેમાં પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યુ.. જ્યારે માતાપિતા અને બે સંતાનો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. વરાછાના રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કળસરીયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ કાજુ અને પનીરનું પંજાબી શાક આરોગ્યા બાદ તમામની તબિયત લથડી હતી.. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 ઓગસ્ટે પાંચ વર્ષની બાળકી આર્યાનું મોત નિપજ્યુ.. ફુડ પોઈઝનિંગથી બાળકીનું મોત થતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યુ.. ફુડ સેફ્ટી ઓફિસરે શીતલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યુ.. ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલાયા.. સાથે જ રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરી દેવાય છે.. તો બીજી તરફ વરાછા પોલીસે પણ હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી..