crime
Surat News: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી 30 લાખની કિંમતનું 977 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
સુરત શહેરને નશા મુક્ત કરવાના અભિયાન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને મોટી સફળતા સાંપડી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી નશાકારક પદાર્થોની હેરાફેરી કરી રહેલા એક પુરૂષ અને મહિલાને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. 30 લાખ રૂપિયાનું 977 ગ્રામ ડ્રગ્સ જપ્ત સુરત એસઓજી પોલીસે આરોપીઓ પાસેથી 977 ગ્રામ જેટલો ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક બજારમાં આ જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસની સમયસૂચકતાના કારણે સુરત શહેરમાં ઘૂસાડવામાં આવી રહેલો આ કરોડો રૂપિયાનો નશાનો જથ્થો સમયસર પકડાઈ ગયો છે. શહેરમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસનો સપાટો આ ડ્રગ્સ સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવે તે પહેલાં જ પોલીસે મોરચો સંભાળીને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. હાલમાં પોલીસે બંને આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને સુરતમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પણ વાંચો - Surat: હાઈકોર્ટના આદેશ બાદ ચોકબજાર રાજાઓવારા બહાર બુલડોઝર ફર્યું, ગેરકાયદે દબાણો જમીનદોસ્ત
Read full article on Sandesh