crime
Surat News : દમણના નામચીન બુટલેગર રમેશ ઉર્ફે માઈકલ પર PASA, સુરત ગ્રામ્ય LCBએ દબોચ્યો
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને બુટલેગિંગની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલઆંખ કરી છે. સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે એક મોટી સફળતા મેળવતા દમણના કુખ્યાત બુટલેગર રમેશ ઉર્ફે માઈકલને ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી દારૂનો ગેરકાયદેસર જથ્થો સપ્લાય કરવામાં સક્રિય આ બુટલેગર સામે કાયદાકીય શિકંજો કસીને પાસા (PASA) હેઠળ તેની અટકાયત કરવામાં આવી છે. દમણના ભીમપોરથી ધરપકડ સુરત ગ્રામ્ય LCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે દમણના ભીમપોર વિસ્તારમાં દરોડો પાડીને આરોપી રમેશ ઉર્ફે માઈકલ જગાભાઈ પટેલને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપી સામે વર્ષ 2017થી પાસા (PASA) હેઠળનું વોરંટ પેન્ડિંગ ચાલી રહ્યું હતું. છેલ્લા 9 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા-ફરતા આ ગુનેગારને આખરે પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. અટકાયત બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલાયો બુટલેગર રમેશ ઉર્ફે માઈકલ વિરુદ્ધ લિસ્ટડ બુટલેગિંગ અને દારૂના સપ્લાય અંગેના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેની અટકાયત કર્યા બાદ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને તાત્કાલિક અસરથી વડોદરા મધ્યસ્થ જેલ (Vadodara Central Jail) ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો : Ahmedabadમાં MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, 198.5 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સની ધરપકડ
Read full article on Sandesh