Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Surat: તાપી બ્રિજ પરથી નદીમાં કૂદી આત્મહત્યા કરવા જતા સગીરને ટ્રાફિક પોલીસે બચાવ્યો, કારણ જાણીને ચોંકી જશો

📰 Sandesh 🕐 1 min read 📅 September 5, 2026 👁 3 views
Surat: તાપી બ્રિજ પરથી નદીમાં કૂદી આત્મહત્યા કરવા જતા સગીરને ટ્રાફિક પોલીસે બચાવ્યો, કારણ જાણીને ચોંકી જશો
સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસની એક અત્યંત પ્રશંસનીય અને સરાહનીય કામગીરી સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ સ્થિત તાપી નદીના બ્રિજ પરથી આત્મહત્યા કરવા જઈ રહેલા એક સગીરને પોલીસે સમયસર પહોંચીને નવજીવન આપ્યું છે. સમયસૂચકતા દાખવીને સગીરનો જીવ બચાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે. ઘરકંકાસના કારણે મનદુઃખ થતાં આવેશમાં આવી ગયો મળતી માહિતી મુજબ, ઘરકંકાસના કારણે મનદુઃખ થતાં આવેશમાં આવી ગયેલા એક સગીરે કામરેજના તાપી નદીના બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વુમન લોકરક્ષક પિંકલ તખતસિંહની નજર પડી આ દરમિયાન બ્રિજ પરથી પસાર થઈ રહેલા સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસના વુમન લોકરક્ષક પિંકલ તખતસિંહની નજર કૂદવાનો પ્રયત્ન કરી રહેલા સગીર પર પડી હતી. તેમણે સહેજ પણ વાર કર્યા વિના તાત્કાલિક દોડી જઈને સગીરને પકડી લીધો હતો અને બ્રિજ પરથી નીચે કૂદતા અટકાવ્યો હતો. પોલીસે સગીરનું કાઉન્સેલિંગ કર્યું આત્મહત્યાનો પ્રયાસ કરનાર સગીરની પ્રાથમિક પૂછપરછમાં પરિવારમાં થયેલા ઘરકંકાસના કારણે આ પગલું ભરવા જઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સગીરનું કાઉન્સેલિંગ કરી તેને સાંત્વના આપી હતી. ત્યારબાદ આગળની જરૂરી કાર્યવાહી અને વાલી-વારસોને સોંપવા માટે સગીરને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આ પણ વાંચો : Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan