crime
Surendranagar News: જનની હોસ્પિટલની દાદાગીરી સામે વેપારીઓ આક્રમક, જાહેરમાં ગંદુ પાણી છોડાતા આક્રોશ
સુરેન્દ્રનગર શહેરના વ્યસ્ત ગણાતા મલ્હાર ચોક વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલની કામગીરી સામે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનની હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવાર અને ખાસ કરીને ડિલિવરી દરમિયાન વપરાશ થયેલ ગંદુ અને દૂષિત પાણી જાહેરમાં ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે. આ ગંભીર બેદરકારીના કારણે આસપાસની 50થી વધુ દુકાનોના વેપારીઓ અને ગ્રાહકોનું આરોગ્ય ગંભીર જોખમમાં મૂકાયું છે. દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી વેપારીઓનું વેપાર કરવો મુશ્કેલ હોસ્પિટલ દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીના કારણે સમગ્ર કોમ્પ્લેક્સ અને આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. ગંદકીના સામ્રાજ્યને કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા નકારી શકાતી નથી. દુકાનદારો માટે આ વાતાવરણમાં બેસીને વેપાર કરવો પણ મુશ્કેલ બન્યો છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. મહાનગરપાલિકામાં અનેક રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી નહીં સમગ્ર મામલે પીડિત વેપારીઓ દ્વારા અગાઉ સ્થાનિક વહીવટી તંત્ર અને મહાનગરપાલિકામાં લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાને કારણે વેપારીઓનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે, અને તંત્ર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. હોસ્પિટલ સંચાલકો દ્વારા ગેરવર્તનનો આક્ષેપ વેપારીઓએ હોસ્પિટલના તબીબ અને સંચાલકોને રૂબરૂ મળીને વપરાશ થયેલા પાણીના યોગ્ય અને વૈજ્ઞાનિક નિકાલ માટે વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી, પરંતુ હોસ્પિટલ સંચાલકો દ્વારા સંતોષકારક જવાબ આપવાને બદલે વેપારીઓ સાથે ઉદ્ધતાઈભર્યું અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. વેપારીઓની તાકીદની કાર્યવાહીની ઉગ્ર માગ આ ગંભીર સમસ્યાનો જો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે તો વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીખ ઉચ્ચારવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં ફેલાયેલી ગંદકી દૂર કરવા અને હોસ્પિટલ સામે કાયદેસરના કડક પગલાં ભરી ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી તમામ દુકાનદારોએ પ્રશાસન પાસે તાત્કાલિક માગ કરી છે.
Read full article on Sandesh