crime
Surendranagar News: વઢવાણના ટુવા વીજ સબ-સ્ટેશનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ટુવા ગામે આવેલા વીજ સબ-સ્ટેશનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સબ-સ્ટેશનમાં આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારના સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને ગભરાટના કારણે દોડધામ તથા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ, વીજ પુરવઠો ખોરવાયો વીજ સબ-સ્ટેશનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી અકબંધ છે અને તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાની પૂરી શક્યતા છે. ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલ (PGVCL) તંત્ર અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં, નુકસાનના અંદાજની કામગીરી શરૂ આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો છે. તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાની સાથે-સાથે આ દુર્ઘટનામાં થયેલા આર્થિક અને સાધનિક નુકસાનનો અંદાજ લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
Read full article on Sandesh