Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુરેન્દ્રનગરમાં બે સ્થળે જુગારધામ ઝડપાયા:જોરાવરનગરથી 9, લીંબડીથી 6 જુગારીઓ કુલ ₹1.40 લાખ સાથે પકડાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 2 views
સુરેન્દ્રનગરમાં બે સ્થળે જુગારધામ ઝડપાયા:જોરાવરનગરથી 9, લીંબડીથી 6 જુગારીઓ કુલ ₹1.40 લાખ સાથે પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 15 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જોરાવરનગર અને લીંબડી તાલુકાના કટારીયા ગામેથી ઝડપાયેલા આ જુગારીઓ પાસેથી કુલ ₹1,40,080નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રથમ ઘટનામાં, જોરાવરનગરના સુભાષ રોડ પર ચીકાભગતની જગ્યા પાસે જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ ખેરને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસે રોકડા ₹49,800 અને ₹36,000ની કિંમતના સાત મોબાઈલ ફોન સહિત કુલ ₹85,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જુગારમાં પકડાયેલા આરોપીઓમાં વિજયભાઈ અજુભાઈ કલોત્રા, રામદેવસિંહ માનસંગભા ગોહીલ, રાહુલભાઈ લક્ષ્મણભાઈ પાણેસરા, અકરમભાઈ મુસ્તુફાભાઈ મમાણી, ખોડીદાસભાઈ યમનભાઈ વાઘેલા, આશિષભાઈ હેમુભાઈ ઉઘરેજીયા, ફીરોજભાઈ મુસાભાઈ કારવા, મયુરસિંહ પ્રવિણસિંહ ઝાલા અને હરેશભાઈ પરબતભાઈ સુમડનો સમાવેશ થાય છે. આ તમામ જોરાવરનગર અને રતનપર વિસ્તારના રહેવાસી છે. બીજી ઘટના લીંબડી તાલુકાના કટારીયા ગામે બની હતી. અહીં જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા અને ભરતભાઈ સભાડને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે રોકડા ₹24,280 અને ₹30,000ની કિંમતના છ મોબાઈલ ફોન સહિત કુલ ₹54,280નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પાણસીણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કટારીયા ગામેથી પકડાયેલા આરોપીઓમાં જયેશભાઈ નારૂભાઈ રૂદાતલા, વિષ્ણુભાઈ કેહુભાઈ ઝાપડીયા, રાહુલભાઈ હેમુભાઈ રૂદાતલા, પ્રવિણભાઈ ગોપાલભાઈ ધોડકીયા, ગીરધરભાઈ કાળુભાઈ રૂદાતલા અને વિજયભાઈ પરષોતમભાઈ પરનાળીયાનો સમાવેશ થાય છે. આ તમામ કટારીયા ગામના રહેવાસી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan