Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુરેન્દ્રનગરમાં મહિલાનું પર્સ રિક્ષામાં ભૂલાયું:પોલીસે 'નેત્રમ'ની મદદથી ₹22,000 રોકડા પરત કર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 21, 2026 👁 5 views
સુરેન્દ્રનગરમાં મહિલાનું પર્સ રિક્ષામાં ભૂલાયું:પોલીસે 'નેત્રમ'ની મદદથી ₹22,000 રોકડા પરત કર્યા
સુરેન્દ્રનગરમાં એક મહિલાનું રિક્ષામાં ભૂલાઈ ગયેલું રૂ. 22,000 રોકડા ભરેલું પર્સ પોલીસે 'નેત્રમ' પ્રોજેક્ટની મદદથી પરત કર્યું છે. આ કામગીરીથી પોલીસે પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, તેમજ 'નેત્રમ'ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી 'તેરા તુજકો અર્પણ' અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત ખોવાયેલી કિંમતી વસ્તુઓ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે. બોટાદના રહેવાસી સમીમબેન સિકંદરભાઈ ખંભાતી મેડિકો હોસ્પિટલથી ઘરે પરત જવા રિક્ષામાં બેઠા હતા. રતનપર ખાતે ઉતરતી વખતે તેઓ પોતાનું પર્સ, જેમાં રૂ. 22,000 રોકડા હતા, તે રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ અંગે 'નેત્રમ' ખાતે જાણ કરવામાં આવતા, સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ-13-AV-9307 ઓળખી કાઢવામાં આવ્યો. પોલીસે રિક્ષાચાલકનો સંપર્ક કરીને સમીમબેન સિકંદરભાઈ ખંભાતીને તેમનું પર્સ અને રોકડા રૂ. 22,000 સફળતાપૂર્વક પરત કર્યા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan