Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુરત સતીશ મરાઠા હત્યા કેસ: 6 આરોપી નવસારી જેલમાં ટ્રાન્સફર:સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ગેંગવોર ભડકવાની આશંકાને પગલે કાર્યવાહી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 13, 2026 👁 4 views
સુરત સતીશ મરાઠા હત્યા કેસ: 6 આરોપી નવસારી જેલમાં ટ્રાન્સફર:સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ગેંગવોર ભડકવાની આશંકાને પગલે કાર્યવાહી
સુરતના સતીશ ઉર્ફે સતીશ મરાઠા હત્યા કેસના છ આરોપીઓને નવસારી સબ જેલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ફરી ગેંગવોર ભડકવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને કોર્ટના આદેશથી આ ટ્રાન્સફર કરાયો છે. ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ આરોપીઓ જેલમાંથી જ પોતાની ગેંગ ઓપરેટ કરવા માટે જાણીતા છે. નવસારી સબ જેલમાં પણ આ આરોપીઓ પર હુમલો થવાની સંભાવનાને જોતા તેમને અન્ય જેલમાં ખસેડવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઘટના 5 ઓગસ્ટના રોજ બની હતી. કુખ્યાત સતીશ મરાઠા એક યુવતી સાથે સ્વિફ્ટ કારમાં ભેસ્તાનના ભીમનગર સરસ્વતી આવાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન, અગાઉથી ગોઠવાયેલા સગીરોએ બાઇક પર આવી કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખ્યો હતો. સતીશ ગુસ્સામાં બહાર આવતાં જ આસપાસ છુપાયેલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ તલવાર, ધરિયા, કુહાડી અને ચપ્પુ વડે તેના પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. સતીશે જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેના પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરી સ્થળ પર જ તેની હત્યા કરી દીધી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan