Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

સુરતમાં ખાડીપૂરના ત્રાસ સામે કેન્દ્ર સરકારની લાલ આંખ:5 ઉચ્ચ અધિકારીઓની હાઈ-લેવલ કમિટીએ મીઠી ખાડીનું કર્યું નિરીક્ષણ, 25 તારીખે કેન્દ્રને અપાશે રિપોર્ટ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 20, 2026 👁 3 views
સુરતમાં ખાડીપૂરના ત્રાસ સામે કેન્દ્ર સરકારની લાલ આંખ:5 ઉચ્ચ અધિકારીઓની હાઈ-લેવલ કમિટીએ મીઠી ખાડીનું કર્યું નિરીક્ષણ, 25 તારીખે કેન્દ્રને અપાશે રિપોર્ટ
સુરત શહેરમાં ખાડીપૂરની સમસ્યા છેલ્લા એક દાયકાથી દર ચોમાસે કાયમી આપત્તિ સમાન બની ગઈ છે. ગત માસ દરમિયાન માત્ર 25 દિવસના ટૂંકા ગાળામાં જ 3-3 વખત ખાડીપૂરની વિકટ સ્થિતિ સર્જાતાં નાગરિકો અને વેપારીઓનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ ભયાનક પૂરના કારણે સ્થાનિક લોકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ભારે જનઆક્રોશ ફેલાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા અને નાગરિકોના ઉગ્ર વિરોધને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ માટે 5 ઉચ્ચ અધિકારીઓની હાઈલેવલ કમિટીને સુરત મોકલી આપી છે. NDMA, CWC અને NDRF સહિત 5 સંસ્થાઓના નિષ્ણાતોએ પૂરગ્રસ્ત વિસ્તારો ખૂંદ્યા સુરત આવી પહોંચેલી આ કેન્દ્રીય સંયુક્ત કમિટીમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના મુકુલ મોહન, સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર યોકી વિજય, ભારતીય હવામાન વિભાગ (IMD) ના વૈજ્ઞાનિક ડૉ. અશોકકુમાર દાસ, એનડીઆરએફ (NDRF) ના સેકન્ડ-ઈન-કમાન્ડ વિકાસ સિંહ તેમજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) ના એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધવલ પંડ્યા સામેલ છે. આ ઉચ્ચસ્તરીય ટીમે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મીઠી ખાડી સહિતની તમામ સંવેદનશીલ ખાડીઓ અને પૂરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ ટીમે વાસ્તવિક સ્થિતિના મૂલ્યાંકન માટે પાલિકા તંત્ર પાસેથી ખાડીના ઐતિહાસિક ડેટા, ડ્રેનેજ નકશાઓ અને અગાઉના અહેવાલો મેળવીને અભ્યાસ શરૂ કર્યો છે. દબાણો અને નબળા ટાઉન પ્લાનિંગથી ખાડીઓ સાંકડી બની સુરતમાં ખાડીઓના કિનારે થયેલા ગેરકાયદે ઝૂંપડપટ્ટી સહિતના દબાણો તેમજ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ ફાળવાયેલા પ્લોટોમાં થયેલા પાકા બાંધકામોના લીધે કુદરતી જળપ્રવાહના વહેણ અત્યંત સાંકડા થઈ ગયા છે. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણીનો ઝડપી નિકાલ થતો નથી અને ખાડીઓ છલકાઈને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. વર્ષોથી માત્ર કમિટીઓ અને બેઠકો પૂરતી કામગીરી સીમિત રહેતી હોવાથી સુરતીઓમાં મોટો સવાલ ઊઠી રહ્યો છે કે શું આ વખતે પણ માત્ર કાગળ પર જ સર્વે થશે કે પછી ગેરકાયદે દબાણો દૂર કરીને કડક નિર્ણયો લેવાશે. આ કેન્દ્રીય ટીમ સમગ્ર સ્થિતિનું તલસ્પર્શી ઈન્વેસ્ટિગેશન પૂર્ણ કરી આગામી 25 તારીખ સુધીમાં પોતાનો વિગતવાર રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરશે, જેના આધારે સુરતને ખાડીપૂરથી મુક્તિ અપાવવા આગામી બ્લૂપ્રિન્ટ તૈયાર થશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan