Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુરતમાં લુમ્સના કારખાનામાં વિકરાળ આગ, બેનું દિલધડક રેસ્ક્યુ, VIDEO:દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, બિલ્ડિંગના પાંચમા માળે બે કામદારો ફસાયા હતા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 2 views
સુરતમાં લુમ્સના કારખાનામાં વિકરાળ આગ, બેનું દિલધડક રેસ્ક્યુ, VIDEO:દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, બિલ્ડિંગના પાંચમા માળે બે કામદારો ફસાયા હતા
સુરતના પુણા સ્થિત આંજણાફાર્મ ખાતે લુમ્સના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 'જય નારાયણ' ખાતા નંબર 38 નામના કારખાનામાં રહેલા મોટા પ્રમાણના કાપડાના જથ્થાને કારણે આગે મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે કેટલાક લોકો અંદર ફસાયા હતા. 13 ફાયર ફાઈટરો દ્વારા 2 કામદારોનું રેસ્ક્યુ કરાયું ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને 9 અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 13 ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને કારખાનાની અંદર ફસાયેલા 2 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા આ દુર્ઘટનામાં દાઝી ગયેલા એક વ્યક્તિ સહિત રેસ્ક્યુ કરાયેલા બંને લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની તાત્કાલિક અને સમયસૂચક કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan